રાજકોટઃ જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે સોજીત્રા પેટ્રોલ પંપની બાજૂમાંથી પસાર થતા એક ટ્રકમાં હાર્દિક ડામોર(રહેવાસી-શંકરપુરા,જિલ્લો-દાહોદ) નામના આદિવાસી યુવાને આત્મહત્યા કરવા માટે ઝંપલાવ્યું હતું, પરંતુ સદનસીબે યુવાનનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં હાર્દિકના બન્ને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના હાઈવે રોડ પર બની હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
જસદણ આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક યુવાને આત્મહત્યા કરવા માટે ટ્રક આગળ ઝંપલાવ્યું - rajkot
રાજકોટ જિલ્લાના જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે એક આદિવાસી યુવાને આત્મહત્યા કરવા માટે રોડ પરથી પસાર થતા ટ્રક આગળ ઝંપલાવતા તેના બન્ને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને 108ની મદદથી પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
rajkot accident
108ની મદદથી યુવાનને પ્રથમ જસદણની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ યુવાને કયા કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું હતું તેનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી.