ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના ગુંદાળા રોડ શાંતિનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - Bhavinbhai was the only son of the same pillar of the family

ગોંડલના માર્કેટ યાર્ડમાં પાટીદાર એન્ટરપ્રાઈઝ નામે દુકાન ધરાવતા ભાવિનભાઈએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 30, 2020, 8:45 PM IST

રાજકોટઃ ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા અને માર્કેટ યાર્ડમાં પાટીદાર એન્ટરપ્રાઈઝ નામે દુકાન ધરાવતા ભાવિનભાઈ ચુનિભાઈ ગોધાણી કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સીટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

ભાવિનભાઈ પરિવારના આધાર સ્તંભ સમાન એકના એક પુત્ર હતા. સંતાનમાં બે પુત્રો અને પત્ની, માતા પિતા સાથે રહેતા હતા. સવારે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા નવ વાગ્યે પાંચ સાત મિત્રો સાથે ધાણાદાળ ખાઈ છુટા પડ્યા હતા અને ઘરે પહોંચી ગળાફાંસો ખાઈ લેતા મિત્ર વર્તુળ પણ સ્તબ્ધ થઈ ગયુ હતું.

ABOUT THE AUTHOR

...view details