ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરે તે પહેલા જ કરાઈ અટકાયત - committed suicide

રાજકોટઃ શહેરની SP કચેરીએ પડધરીના ખામતા ગામના યુવાને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા જ સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને લઈને મહેશ નામનો યુવાન SP કચેરીએ આવીને આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી.

rajkot news

By

Published : Jul 24, 2019, 6:53 PM IST

રાજકોટ જિલ્લા પડધરી નજીક આવેલા ખામતા ગામે રહેતા મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે યુવાને આ બાબતે વાંરવાર તંત્ર અને પોલીસે રજૂઆત કરી હતી. તેમ છતા પણ યોગ્ય નિર્ણય ન આવતા યુવાન માનસિક રીતે કંટાળી જતા રાજકોટ એસ.પી. કચેરીએ આત્મવિલોપન અંગેની ચિમકી ઉચ્ચારી હતી.

સમગ્ર મામલાની પોલીસને જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ પણ સવારથી જ એસ.પી. કચેરી બહાર ગોઠવાઈ હતી. મહેશ નામનો યુવાન આત્મવિલોપન કરવા આવે તે પહેલા જ તેની અટકાયત કરી હતી.

રાજકોટ SP ઓફિસે યુવાન આત્મવિલોપન કરલે તે પહેલાજ કરાઈ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details