ગુજરાત

gujarat

ETV Bharat / state

કોટડાસાંગાણીના અરડોઇ ગામે બળદગાડામાં જ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી - bullock cart news

કોટડા સાંગાણીના અરડોઈ ગામે શ્રમિક મહિલાને પ્રસુતિ સમયે બાળક અડધું ફસાઈ જતા હાલત ગંભીર બની હતી. એટલે તુરંત માતાને ગાડામાં બેસાડી પરિવારના ભાઈ ગાડું ચલાવીને આવ્યા. તેમનો પરિવાર સાંજે 5 કલાકે ગાડામાં મહિલાને લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પહોંચ્યા હતા. હાજર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હર્ષ આચાર્ય સ્થિતિ જોતાં જ સમજી ગયા કે જરા પણ હલનચલન થઈ તો જીવને જોખમ છે. તેથી ગાડામાં જ ડોક્ટરે મહિલાની પ્રસૂતિ કરાવી હતી તેમજ પ્લેસેન્ટા પણ આખી બહાર કાઢી હતી.

rajkot
બળદગાડામાં જ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી

By

Published : Sep 2, 2020, 8:09 PM IST

રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણીના અરડોઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પાસે ગાડામાં એક પ્રસૂતાને લઈ આવ્યા હતા. હાલત ગંભીર જણાતા માતા અને બાળક બંનેની સ્થિતિ ન જોખમાય તે માટે ગાડામાં જ પ્રસૂતિ કરાવાઈ હતી. ખેતી વાળી સીમ વિસ્તારમાં રહેતા શ્રમિક મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા સીમમાં જ પ્રસૂતિ કરવાનો પ્રયત્ન કરાયો હતો.

બળદગાડામાં જ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી

જો કે, બાળક અડધું ફસાઈ જતા હાલત ગંભીર બની હતી. પરિવાર ગુજરાત બહારનો હતો તેમની પાસે ફોન પણ ન હતો અને ત્યાં કોઈ સ્થાનિક નાગરિકે સરકારી દવાખાનને જવાનું જણાવ્યું એટલે તુરંત માતાને ગાડામાં બેસાડી પરિવારના ભાઈ ગાડું ચલાવીને આવ્યા તેમનો પરિવાર સાંજે 5 કલાકે ગાડામાં મહિલાને લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પહોંચ્યા ત્યાં હાજર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હર્ષ આચાર્ય સ્થિતિ જોતાં જ સમજી ગયા કે જરા પણ હલનચલન થઈ તો જીવને જોખમ છે. તેથી ગાડામાં જ ડોક્ટરે મહિલાની પ્રસૂતિ કરાવી હતી તેમજ પ્લેસેન્ટા પણ આખી બહાર કાઢી હતી.

કોટડાસાંગાણીના અરડોઇ ગામે બળદગાડામાં જ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી

આ સમયે ડોકટર એકલા જ હતા તેથી આશાવર્કરને તુરંત બોલાવીને બાળકને સાફ કરી માતાને સોંપ્યું હતું અને અડધી જ કલાકમાં પ્રસૂતિ કરાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલી દેવાયા હતા. વધુમાં ડો. હર્ષ આચાર્યએ જણાવ્યું હતું કે, 48 વર્ષે આવી સ્થિતિ માતા અને બાળક બંને માટે જોખમી બની શકે છે. આ પરિવાર હજુ થોડા દિવસો પહેલા જ અરડોઈ ગામમાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details