આ અંગે રાજકોટ મહાનગરપાલિકના કમિશ્રર બંચ્છાનિધી પાનીએ ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે, શહેરમાં ઘરે-ઘરે વોટર મિટર લાગવાથી લોકોને અને રાજકોટ મહાનગરપાલિકાને પણ ઘણો ફાયદો થશે અને શહેરમાં પાણી ચોરી અટકશે અને પાણીનો વ્યય પણ ઓછો થશે.
હવે લાગશે પાણીના બગાડ પર રોક, રહેણાંક મકાનમાં લાગશે પાણીના મીટર - Municipal Corporation
રાજકોટઃ શહેરમાં પાણીચોરી અને પાણીનો વ્યવ અટકાવવા માટે ખાસ મહાનગરપાલિકા દ્વારા વોટર મિટરનો પાઇલેટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેમાં હાલ શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં ઘરે-ઘરે વોટર મિટર મુકવાની પ્રક્રિયા શરૂ છે. જેમાં 16500 જેટલા વોટર મિટર મુકવામાં આવશે.
રાજકોટની ગણતા દેશના સ્માર્ટ સિટીમાં થાય છે. ત્યારે આગામી સમયે રાજકોટમાં હવે ઘરે-ઘરે વોટર મીટર મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વોટર મિટર લાગ્યા બાદ શહેરીજનોના ઘરે જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કર્યો હશે તેટલું બિલ આવશે. અને મહાનગરપાલિકાના આ પાઈલેટ પ્રોજક્ટના કારણે શહેરમાં પાણી ચોરી અને ડાઇરેટ પંમ્પીંગના કિસ્સાઓમાં ઘટાડો થશે. તેમજ મહાનગરપાલિકાને પણ પાણીની આવક થશે. હાલ રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં કુલ 16500 જેટલા ઘરોમાં વોટર મિટર લગાવવાની પ્રક્રિયા શરૂ છે. જે કામ પૂર્ણ થયા બાદ તમામ ઘરોમાં વોટર મિટર લગાડવામાં આવશે.