ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા વર્ષની મળી ભેટઃ 6 મહાનગર પાલિકા અને 7 નગરપાલિકામાં 1,888 કરોડના વિકાસકામોને મંજૂરી - મહાનગર પાલિકા

ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા એક જ દિવસમાં 6 મહાનગરપાલિકા અને 7 નગરપાલિકાના વિકાસના કામો માટે 1,888 કરોડની ફાળવણી કરી છે. જેમાં રાજકોટમાં 5 ફ્લાય ઓવર બનાવવાની મંજૂરી મળી છે.

ETV BHARAT
રાજ્ય સરકારે વિકાસના કામમાં 1,888 કરોડ ફાળવ્યા

By

Published : Jan 3, 2020, 5:53 PM IST

રાજ્યમાં શહેરીકરણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં શુક્રવારે એક જ દિવસમાં 6 મહાનગર પાલિકા અને 7 નગરપાલિકા માટે રૂપિયા 1,888 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા આપવામાં આવી છે. CM રૂપાણીએ આપેલી મંજૂરી પ્રમાણે રાજકોટ મહાનગરમાં 5 ફ્લાય ઓવર બ્રિજ અને ડીસા-પાલનપુર બન્નેમાં એક-એક ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને સાથે જ સમય અને ઇંધણની પણ બચત થશે.

CM રૂપાણીએ આ નગરો-મહાનગરોમાં ફલાય ઓવર બ્રિજ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમજ આગવી ઓળખના કામો, રેલવે અંડરબ્રિજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે. જ્યારે માત્ર રાજકોટ મહાનગરમાં 5 ફલાય ઓવર બ્રિજના નિર્માણ માટે રૂપિયા 230 કરોડના કામોને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે વિકાસના કામમાં 1,888 કરોડ ફાળવ્યા

અહીં બનશે ફ્લાય ઓવર...

(1) 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી

(2) 150 ફૂટ રિંગ રોડ, નાના મવા ચોકડી

(3) કાલાવાડ રોડ, જડુસ રેસ્ટોરન્ટ પાસે

(4) ગ્રીન લેન્ડ ચોકડી અને

(5) 150 ફૂટ રીંગ રોડ, ઉમિયા ચોક

રૂપાણીએ શહેરી વિકાસ શહેરી સુખાકારીના સર્વગ્રાહી અભિગમથી જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, તેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના કામો માટે રૂપિયા 599.20 કરોડ, સુરત 479.83 કરોડ, વડોદરા 179.28 કરોડ, રાજકોટ 144.54 કરોડ અને જામનગર કોર્પોરેશન 65.50 કરોડનો સમાવેશ થાય છે.

આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન, MRI મશીન વગેરેની ખરીદી, અર્બન હેલ્થ સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કીંગ, શાક માર્કેટ, પુલ અને જીમ્નેશીયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે. જ્યારે રસ્તાના કામો માટે બરોડામાં રૂપિયા 35 કરોડ, રાજકોટ 25 કરોડ, જામનગર 5.08 કરોડ અને જૂનાગઢ મહાનગરમાં રૂપિયા 6 કરોડ મળી કુલ રૂપિયા 71.08 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details