- રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
- કોવિડ કેર સેન્ટરના સ્ટાફ PPE કિટ પહેરીની દર્દીઓ સાથે ગરબે ઝૂમ્યા
- દર્દીઓમાં જુસ્સો વધારવાનો કર્યો પ્રયાસ
રાજકોટઃસમગ્ર દેશમાં જે રીતે કોરોનાનો હાહાકાર થઈ છે. તેનાથી લોકોમાં પણ એક ડર જોવા મળ્યો છે ત્યારે રાજકોટની થોડા સમય પહેલા સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું .જેમાં કોરોનાના દર્દીને એડમિટ કરવામાં આવતા હતા. રાજકોટ કોરોના દર્દીઓ પોઝિટિવ રહે તે માટે કોવિડ કેર સેન્ટર દ્વારા અનોખા પ્રયોગો કરી ખુશ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા 20 દિવસમાં 100 દર્દી સાજા થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોવિડ કેર સેન્ટરના સ્ટાફ PPE કિટ પહેરીની દર્દીઓ સાથે ગરબે ઝૂમ્યા આ પણ વાંચોઃ રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કર્મચારીઓ PPE કિટ પહેરીને રમ્યાં ગરબે , વિડીયો વાઇરલ
દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો
સમરસ હોસ્ટેલમાં સાજા થયેલા દર્દીઓ અને કોવિડ કેર સેન્ટરના સ્ટાફે PPE કિટ સાથે ગરબે ઝૂમી દર્દીઓમાં જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સાજા થયેલા દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવ્યા છે. દર્દીઓ માનસિક તણાવથી દૂર રહે તેવા પ્રયત્નો હાલ કાઉન્સિલિંગ ટીમ કરી રહી છે.
સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટરના સ્ટાફ દર્દીઓ સાથે PPE કિટ પહેરીને ગરબે રમ્યા દર્દીઓ પણ ગરબે રમ્યા
રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે કાઉન્સિલરની ટીમ અનોખી સેવા કરી રહી છે. અહીં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને તેનું દુઃખ ભુલાવી અને તેને ઘર જેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમદાવાદઃ કોરોનાના દર્દી માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે હોસ્પિલમાં યોજાયા ગરબા