- કુંવરજી બાવળીયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
- વડીલ નાગરિક રસી લેવામાં બાકી હોય તો રસી લેવા અપીલ કરી
- કોવિડ કેર સેન્ટર હોસ્પિટલની મુલાકાત લીધી
રાજકોટ : રાજ્યના પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જઈને કોરોના રસીનો બીજો ડોઝ લેવામાં આવ્યો હતો. આ સાથે જ પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના પ્રધાન કુંવરજી બાવળીયાએ જસદણ અને વીંછિયા તાલુકામાં કોરોનાના દર્દીઓને ઝડપથી અને સારી સારવાર મળે તે માટે જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. સામાજિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ચાલતા કોવિડ કેર સેન્ટર હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા થતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.
આ પણ વાંચો : રાજયમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહિં, તમામ જિલ્લાને સર્વેલન્સની સૂચના: કુંવરજી બાવળીયા