ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન વચ્ચે રાજકોટના પારડી ગામના બાળકોને શાળાએ બોલાવાયા, DDOએ આપ્યા તપાસના આદેશ - લોકડાઉન

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં આવેલ સ્વામી વિવેકાનંદ સરકારી પ્રાથમિક સ્કૂલમાં લોકડાઉન સમયે પણ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા અંદાજીત 100 જેટલા બાળકોના જીવ જોખમમાં મૂકાયા હતા.

લોકડાઉન વચ્ચે રાજકોટના પારડી ગામની શાળાએ બાળકોને ભણવા બોલાવ્યા અને થયો વિવાદ
લોકડાઉન વચ્ચે રાજકોટના પારડી ગામની શાળાએ બાળકોને ભણવા બોલાવ્યા અને થયો વિવાદ

By

Published : May 2, 2020, 3:24 PM IST

Updated : May 2, 2020, 3:43 PM IST

રાજકોટઃ હાલ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વેકેશન હોય છતાં ઓન શાળા દ્વારા વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા હતા. જો કે શાળામાં વિદ્યાર્થીઓ ભેગા થયાનો વીડિયો સામે આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે આ અંગે શાળાના આચાર્યને પૂછવામાં આવતા તેમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહી હોવાની પણ વાત સામે આવી રહી છે. હાલ આ મામલો બહાર આવતા રાજકોટ DDO દ્વારા પણ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

લોકડાઉન વચ્ચે રાજકોટના પારડી ગામની શાળાએ બાળકોને ભણવા બોલાવ્યા અને થયો વિવાદ

ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઈ છે. એવામાં ખાસ આ મહામારી સામે બાળકો અને વૃધ્ધોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે, ત્યારે રાજકોટની આ શાળાઓમાં નાના જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તેવા વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા હતા, જેને લઈને બાળકોનું જીવન પણ જોખમાયું હતું. આ ઘટનાના કારણે હાલ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Last Updated : May 2, 2020, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details