- રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું
- Rajkot International Airportના રન-વેનું કામ પણ 70 ટકા જેટલુ પૂર્ણ થઈ ગયું
- પ્રોજેક્ટ અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ જરૂરી સૂચન કર્યા
રાજકોટ : શહેર તેમજ સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વનો માનવામાં આવતું એવું Rajkot International Airportનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. Rajkot International Airportના રન-વેનું કામ પણ 70 ટકા જેટલુ પૂર્ણ થઈ ગયું છે. આ સમગ્ર પ્રોજેકટનું કામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે અને હાલમાં કેટલુ કામ થયું તે અંગેની માહિતી મેળવવા તેમજ રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રાજકોટના જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર સહિતના એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ જોડાયા હતા. આ પ્રોજેક્ટ અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ જરૂરી સૂચન પણ કર્યા હતા.
ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કુવાડવા નજીક નિર્માણ થઇ રહ્યું
Rajkot International Airport માટે રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, ત્યારે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કુવાડવા નજીક નિર્માણ થઇ રહ્યું છે. જેના નિર્માણ દરમિયાન રન-વે બનાવવા માટે જમીનને સમતલ બનાવવામાં આવે છે.