પોલીસ તપાસમાં આરોપીઓ લૂંટ ચલાવીને જતા CCTV કેમેરામાં કેદ પણ થયા હતા. રાજકોટ પોલીસે CCTV ફુટેજના આધારે લૂંટ ચલાવનાર ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આશિષ ટ્રેડર્સ નામની પેઢીમાં અગાઉ કામ કરતા અલ્લાઉદ્દીન મમાણી દ્વારા આ પ્રકારનો પ્લાન બનાવાયો હતો. તેમજ તે પેઢીનો રોકડ વહીવટીથી વાકેફ હતો. જેને લઈને તેને પોતાના બે મિત્રો ઇમરાન અને અખ્તરની મદદ લઈને લૂંટને અંજામ આપ્યો હતો
રાજકોટમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારીએ જ આપ્યો અંજામ
રાજકોટ: મોડી રાતે કમિશ્નર બંગલાથી રૂડા તરફ જતા માર્ગ પર એક વૃદ્ધને આંતરીને અંદાજિત રૂપિયા 1.50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી.
રાજકોટમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પૂર્વ કર્મચારીએ જ આપ્યો અંજામ
ઉલ્લેખનીય છે કે પેઢીમાં કામ કરતા વિનુભાઈ દાવડા નામના વૃદ્ધ પેઢીના રૂપિયા લઈને પોતાના વાહનમાં નીકળ્યા હતા અને તેમને ચાકુ વાહને ધક્કો મારી રસ્તા પર પાડીને ઈસમોએ લૂંટને અંજામ આપ્યો હતો.