રાજકોટઃ કોરોના મહામારીના કારણે લોકડાઉન થતા છકડો રીક્ષા ઉત્પાદનનું વેચાણ ઘટતા અનેક મુશ્કેલીઓ વધી છે. ત્યારે કોરોના વૈશ્વિક મહામારીમાં હજારોની સંખ્યામાં લોકો સંપડાઇ ચૂક્યા છે. અનેક લોકો ધંધા-રોજગાર છોડી પોતાના વતનમાં જતા રહ્યા છે. જેમાં ગોંડલ પણ તેમાંથી બાકાત નથી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં છકડો રીક્ષા બનાવતી ઘણી બધી ફેક્ટરી આવેલી છે. જેમાં ત્રિશુલ બ્રાન્ડ છકડો રીક્ષા 1993થી છકડો રીક્ષાનું ઉત્પાદન કરે છે.
ઓટોમોબાઇલ ક્ષેત્રને લાગ્યું કોરોના મહામારીનું ગ્રહણ ત્રિશુલ રિક્ષાના ડિરેક્ટર ગોપાલભાઈ સખીયા ETV BHARAT સાથે જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા મહિને 40થી 50 રીક્ષાનું વેચાણ થતું છકડો રીક્ષામાં 150થી પણ વધુ સ્પેરપાર્ટ્સ આવે છે અને 25થી 30 જેટલા કારીગરો રોજની 3થી 4 રીક્ષાઓ બનાવવામાં આવે છે.
હાલ કોરોના મહામારીને કારણે લોકડાઉન થતા રીક્ષાનું ઉત્પાદન સદંતર ઓછું થઈ ગયું છે, પરંતુ અત્યારે જ્યારે અનલોક 3માં રીક્ષાનું કારખાનું ચાલું કરવામાં આવ્યું છે. તો હાલ મહિનમાં માત્ર 4થી 5 રીક્ષાનું વેચાણ થાય છે. એટલે છકડો રીક્ષાના ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. લોકડાઉન પહેલા આફ્રિકાન કન્ટ્રીમાં રીક્ષાઓ નિકાસ થતી હતી, પણ હાલમાં છકડો રીક્ષાની નિકાસ બંધ છે. હાલ જો નિકાસ ચાલુ થાય તો રીક્ષામાં ઉત્પાદન વધી શકે છે અને રીક્ષા બનાવતા કારીગરોને પણ રોજી રોટી મળી શકે છે.
હાલ કોરોનાની મહામારીમાં પહેલાં જેટલા લોકો પણ અવરજવર નથી કરતા ઘણા ગ્રામ્ય વિસ્તારો એવા છે કે, જ્યાંથી હાલમાં રીક્ષામાં લોકો પ્રવાસ કરે છે. છકડો રીક્ષા પહેલા ગુજરાતી ફિલ્મોમાં વધુ જોવા મળતો હતો. જે બાદ હવે હિન્દી અને સાઉથની ફિલ્મોમાં પણ રીક્ષાઓ જોવા મળે છે.
ગોંડલ સ્ટેટ એટલે કે, સર ભગવતસિંહજીનું ગોંડલ એટલે કે ગોંડલમાં રાજાશાહી વખતના 4 પેલેસ આવેલા છે. ત્યાં કોઈ પણ વિદેશી પ્રવાસીઓ આવે ત્યારે અવશ્ય રીક્ષા બનાવતી ફેક્ટરીઓની મુલાકાત લે છે. રીક્ષાના ફોટા પણ ક્લિક કરે છે. છકડો રીક્ષામાં બેસવાની મજા પણ માણે છે. છકડો રીક્ષા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે.