ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના નિવૃત PSIએ મતદાન કરવા હૉસ્પિટલની એપોઇન્ટમેન્ટ પાછી ઠેલવી - Election News

ગોંડલઃ મતદાન કરવા માટે સરકાર, રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ રીતે અનુરોધ કરવામાં આવતો હોય છે. ત્યારે ગોંડલના નિવૃત PSIનો મતદાન માટેનો નિર્ણય સમાજ માટે એક પ્રેરણારૂપ છે.

ગોંડલના નિવૃત PSI

By

Published : Apr 23, 2019, 2:15 PM IST

ગોંડલના સ્ટેશન પ્લોટ ખાતે રહેતા અને SRP PSI તરીકે ફરજ બજાવી ચુકેલા નિવૃત રાજેન્દ્રસિંહ સુરસિંહ વાઘેલાને એક વર્ષ પહેલા પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેમાં તેમના શરીરનો અડધો ભાગ પેરેલિટિક થઈ જવા પામ્યો હતો. તેની સારવાર માટે અમદાવાદ મિશન હેલ્થ સેન્ટર દ્વારા ગત્ 21 અપ્રિલેની એપોઈન્ટમેન્ટ આપી હતી, પરંતુ નિવૃત PSI રાજેન્દ્રસિંહમને મતદાન કરવું હતુ. તેથી તેમણે હોસ્પિટલ પાસે 23 એપ્રિસની તારીખ માંગી અને કહ્યુ કે, મતદાન કરવું એ આપણી ફરજ છે. તેથી હું બે દિવસ મોડી સારવાર લઈશ. મતદાન કર્યા બાદ હું તુરંત હોસ્પિટલે પહોંચી જઈશ. તેમનો આ નિર્ણય ખરેખર સમાજને એક પ્રેરણા મળી છે કે, લોકશાહીમાં મતદાન કેટલું જરુરી છે.

ABOUT THE AUTHOR

...view details