ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ - Rajkot samachar

રાજકોટઃ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા 31મી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી.

etv
ગ્રામ્ય પોલીસ દ્વારા 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

By

Published : Jan 12, 2020, 12:34 PM IST

11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી શહેર અને ગ્રામ્ય સ્તરે ગ્રામ સભા તથા માર્ગ સલામતીના કાર્યક્રમો વાહનચાલકોની દ્રષ્ટિ તેમજ આરોગ્ય ચકાસણી કૅમ્પ, વાહનોમાં રેડિયમ સ્ટ્રિપ, રિફલેક્ટરનું મહ્ત્વ, ડ્રાઈવરને ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી અંગે સેમિનાર, ટ્રાન્સપોર્ટ વાહનોના ડ્રાઈવર અને ટ્રાફિકના નિયમો બાબતે સંવાદ, હેલ્મેટ, બેલ્ટ મહત્વ તથા કાયદાકીય સમજણ અંગેનો સેમિનાર યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ, બોલબાલા ટ્રસ્ટ રાજકોટ અને સામાજિક સંસ્થાઓ તેમજ જિલ્લા-તાલુકા અને સિટી પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા ડ્રાઇવરોને 280 જેટલા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય પોલીસ દ્વારા 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

રાજકોટ જિલ્લા SP બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જેતપુર ડિવિઝનના IPS, ASP સાગર બાગમાર, ગોંડલ DYSP પી.એ.ઝાલા, DYSP મહર્ષિ રાવલ, ગોંડલ સીટી PI રામાનુજ, RTO અધિકારી લાઠીયા, રાજકોટ રૂરલ જિલ્લા ટ્રાફિક શાખાના PSI એન.એચ.ચાવડા, PSI ડી.એલ.ખાચર, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, કનકસિંહ જાડેજા, મહેશભાઈ સખીયા, પ્રફુલભાઈ ટોળીયા, તથા ગોંડલ રોટરી ક્લબ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details