ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં સ્થળાંતર કરાયેલા લોકોની મુશ્કેલી વધી, પ્રાથમિક સુવિધાનો અભાવ

રાજકોટઃ વાયુ વાવાઝોડાના પગલે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જ્યારે ગોંડલમાં સ્થળાંતર કરાયેલ લોકો ડબલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુવા માટે પથારી, પીવા માટે પાણી કે નવજાત બાળકો માટે ઘોળીયાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

સ્પોટ ફોટો

By

Published : Jun 14, 2019, 11:42 PM IST

ગોંડલ ભગવતપરા નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા ખટારા સ્ટેન્ડ પાસે ઇન્ડોર સાયન્સ સેન્ટર બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ, સ્થળાંતર કરાયેલ લોકોને સુવિધા ન મળતા ગુરુવારના રોજ સ્થળાંતર કરાયેલ લોકો તેઓના ઝુપડામાં પરત ફર્યા હતા. તંત્ર દ્વારા સુવા માટે પથારી આપવામાં આવી નથી તો પીવાનું પાણી પણ આપવામાં આવ્યું નથી છ માસનું બાળક છે તેના માટે ઘોડિયાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી આ તમામ વ્યથા લોકોએ વર્ણવી હતી.

ગોંડલમાં સ્થળાંતર કરાયેલા લોકોની મુશ્કેલી વધી

જોખમી જગ્યા માંથી સ્થળાંતર થયેલ લોકોને તંત્ર દ્વારા રહેવા સુવા તેમ જ જમવાની તમામ સગવડતા પૂરી પાડવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું પરંતુ, તંત્ર એક ટક જમવાનું તો દૂર પરંતુ પીવાના પાણીની પણ વ્યવસ્થા પુરી પાડી શક્યું ન હતું. લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ABOUT THE AUTHOR

...view details