રાજકોટ:ઉપલેટા તાલુકાના ઢાંક ગામ પાસે આવેલ ડુંગરેશ્વર મહાદેવ મંદિર પાસે રહેલી સમાધિઓ તોડી નાખવાની બાબતમાં મંદિરના પૂજારીએ સમાધિ અંગે પૂછનાર યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભોગ બનનાર યુવકે મંદિર પાસે રહેલ સમાધિઓ અંગે પૂછતાં પૂજારીએ યુવક સાથે માથાકૂટ કરીને તેમના પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. બબાલની આ સમગ્ર ઘટના બાદ મંદિરના પૂજારી સામે ભોગ બનનાર યુવકે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
Rajkot Crime: ઢાંક ડુંગરેશ્વર મહાદેવ પાસે રહેલ સમાધિ તોડી નાખવાની બાબતે પૂછતા પૂજારીએ યુવક પર કર્યો હુમલો
રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ ડુંગરેશ્વર મહાદેવ મંદિર પાસે રહેલ સમાધિઓ તોડી નાખવાની બાબતે યુવકે પૂછતાં પૂજારીએ યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પૂજારી સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published : Aug 27, 2023, 12:25 PM IST
પૂજારીએ કર્યો હુમલો: આ બનાવમાં ભોગ બનનાર અને ફરિયાદ દાખલ કરનાર 33 વર્ષીય જગદીશભાઈએ જણાવ્યું છે કે ગત 23 ઓગસ્ટ 2023ના રોજ બપોરના ચાર વાગ્યા આસપાસ તેઓ ઢાંક ગામના ડુંગરેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા ગયા હતા. અહીં મંદિરના રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. જેમાં રીનોવેશનની કામગીરી દરમિયાન ત્યાં ત્રણ સાધુની સમાધિ આવેલ હતી. જે સમાધિના અમુક થાનો કાઢી નાખેલ જણાતા તેઓએ મંદિરના પૂજારીને આ અંગે પૂછ્યું હતું. આ બાબતે મંદિરના પૂજારીએ યુવકને જેમ ફાવે તેમ બોલી ઢોરમાર મારી લાકડી વડે પણ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
મંદિરના પૂજારીની અટકાયત: ઉપલેટાના ઢાંક ગામે આવેલ ડુંગરેશ્વર મહાદેવ મંદિર પાસે થયેલ આ બબાલ બાદ ભોગ બનનાર યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ઘટનાના બીજા દિવસે યુવક હોસ્પિટલ ખાતે સારવાર લેવા ગયો હતો. જેમાં તેમના હાથના ભાગે ફેક્ચર થયેલ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ ઘટના બાદ યુવકે ભાયાવદર પોલીસમાં ડુંગરેશ્વર મંદિરના પૂજારી પથિક મુની બાપુ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મંદિરના પૂજારી સામે IPC કલમ 325, 323, 504 અને G.P. એક્ટ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો અને મંદિરના પૂજારીની ભાયાવદર પોલીસ અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
TAGGED:
Rajkot Crime