દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓનની ટિકીટ કપાતા તેઓ પોતાના જ પક્ષથી નારાજ છે. જેને લઈને સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાએભાજપના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા શ્યામજી ચૌહાણ સાથે રાજકોટમાં બંધ બારણે બેઠક યોજી હતી.
સુરેન્દ્રનગરના સાંસદનો નવો દાવ, દેવજી ફતેપરાએ ચોટીલાના પૂર્વ MLA સાથે બંધ બારણે યોજી બેઠક - gujarat news
રાજકોટ: લોકસભાની ચૂંટણીમાં ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકીટ કપાઈ છે. ત્યારે તેમને બે દિવસ પહેલા જ પોતે પક્ષેથી નારાજ હોવાનું નિવેદન આપ્યું હતું. તેથી તેમને રાજકોટમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસના નેતા શ્યામજી ચૌહાણ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠકને લઈને એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે, દેવજી ફતેપરા આગામી સમયમાં કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.
સ્પોટ ફોટો
આ બેઠકને લઈને સૌરાષ્ટ્રના રાજકરણમાં ભારે ગરમાવો આવ્યો છે. બીજી તરફ સાંસદ દેવજી ફતેપરા પણ પોતાની ટિકીટ કપાઈ જતા ભાજપથી નારાજ છે.