ગુજરાત

gujarat

ખોડલધામમાં મળેલ ગુજરાતભરના પાટીદાર આગેવાનોની બેઠકથી રાજકીય ગરમાવો શરૂ થયો

By

Published : Jun 13, 2021, 9:08 PM IST

રાજકોટના ખોડલધામ ખાતે શનિવારે ગુજરાતભરના પાટીદાર આગેવાનોની બેઠક થઈ હતી જેમાં રાજકીય અને સમામજીક બાબતે પાટીદારો ભાગીદારી વધુ થાય તે અંગે બેઠક કરવામાં આવ્યું હતુ.

xxx
ખોડલધામમાં મળેલ ગુજરાતભરના પાટીદાર આગેવાનોની બેઠકથી રાજકીય ગરમાવો શરૂ થયો

  • પાટીદાર સમાજની પ્રતિષ્ઠિત સંસ્થાઓનું એકીકરણ કરી એક નવું સંગઠન રચાશે
  • લેઉઆ-કડવા પાટીદાર નહિ હવે ફક્ત પાટીદાર જ થશે ઓળખ
  • રાજકીય અને સામાજિક બાબતોને લઈને કરવામાં આવી બેઠક


રાજકોટ: જિલ્લાના કાગવડમાં ખોડલધામ મંદિરમાં ગુજરાતભરના કડવા-લેઉઆ પાટીદાર સમાજના નામાંકિત સંસ્થાઓના આગેવાનોની એક મિટિંગનું આયોજન થયું હતું. આ મીટીંગ સવારના 10 વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં પાટીદાર સમાજની પાંચ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેમાં નરેશ પટેલ કે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે. તેમને ઘોષણા કરી હતી કે આ હાજર રહેલ પાંચ સંસ્થાઓનું એક ફેડરેશન બનાવવામાં આવશે. આ સાથે જ નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે તે પણ રાજકિય પક્ષમાં પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતા લોકો કેમ આગળ વધે અને સમાજ ઉપયોગી બને તેના માટે પ્રયાસો કરાશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે બિનઅનામત આયોગના ચેરમેનની જગ્યા જે ખાલી છે તે ભરવાની પણ રજુઆત કરવામાં આવશે. આ ઉપરાંત કહ્યું હતું કે પાટીદાર સમાજનું રાજકારણ અને વ્યવસાયમાં પણ પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને સરકારને ટેક્સ ચુકવવામાં પણ પાટીદારો જ આગળ હોવાનું જણાવ્યું હતું.

પાટીદાર અનામત હવે મુદ્દો રહ્યો નથી: નરેશ પટેલ

પાટીદાર સમાજ દ્વારા સરકારીતંત્રમાં પાટીદારીને અલગથી અનામત મળે તેના માટે ભૂતકાળમાં અનામત આંદોલનો પણ ચલાવાયેલા હતા ત્યારે આ અંગે ETV Bharat દ્વારા નરેશ પટેલને પાટીદાર અનામત અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં નરેશ પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે હવે પાટીદાર અનામત હાલ મુદ્દો જ નથી રહ્યો.

આ પણ વાંચો : મહેસાણાના ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ પદ મહિલાઓને મળ્યું

પાટીદાર આગેવાની બેઠકથી રાજકીય વાતાવરણ ગરમ થયું હતું

શનિવારે મળેલી પાટીદાર આગેવાનોની બેઠક બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં માનવવસ્તીની દ્રષ્ટિએ પાટીદાર સમાજની આબાદી પણ ઘણી સારી હોય ત્યારે પાટીદાર સમાજના દીકરા દીકરીઓને સારું વર્ચસ્વ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.

ખોડલધામમાં મળેલ ગુજરાતભરના પાટીદાર આગેવાનોની બેઠકથી રાજકીય ગરમાવો શરૂ થયો
આ બેઠકમાં રાજકીય આગેવાનોની હતી બાદબાકીઆ બેઠકમાં કોઈપણ રાજકીય આગેવાનો કે ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદ હાજર રહયા નહોતા પણ સામાજિક સંસ્થાઓ જેવી કે સમસ્ત પાટીદાર સમાજ- સુરત, સિદસર ઉમિયાધામ અને ઊંઝા ઉમિયાધામ અને વિશ્વ ઉમિયાધામ-અમદાવાદ સંસ્થાઓના આગેવાનો અને પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહયા હતા.

આ પણ વાંચો : સુરતમાં પાટીદારોના વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 2 સભા કરવામાં આવી


ખોડલધામ મંદિરમાં પાટીદાર આગેવાનોએ સયુંકત રીતે ધ્વજારોહણ કર્યું

શનિવારે ખોડલધામ મંદિર ખાતે પાટીદાર સમાજના નામાંકિત સંસ્થાઓના આગેવાનો અને પ્રતિનિધિઓએ પાટીદાર સમાજને અનુલક્ષીને એક બેઠકનું આયોજન કરેલું હતું જે બેઠક બાદ ખોડલધામ મંદિર ખાતે તમામ પાટીદાર આગેવાનો દ્વારા સંયુક્ત રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણમાં લેઉઆ-કડવા પાટીદાર સમાજના આગેવાનો જોડાયા હતા. આ સાથે આ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખોડલધામ મંદિરમ ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details