ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં પોલીસે જ પોલીસ પાસે માગી 5 હજારની લાંચ - લાંચીયો ASI

રાજકોટ પોલીસના ASIએ જ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મી પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માગી હતી. જે મામલે ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. ACBએ છટકું ગોઠવી ASIને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો.

anti corruption bureau
anti corruption bureau

By

Published : Sep 2, 2020, 10:36 PM IST

રાજકોટઃ રાજકોટ પોલીસના ASIએ જ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મી પાસેથી 5,000 રૂપિયાની લાંચ માગી હતી. જે મામલે ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ACBમાં ફરિયાદ કરવામાં આવતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પોલીસ કમિશનર કચેરી બહાર જ લાંચીયા ASI બળવંતસિંહ ખેંગારજી જાડેજાને ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ કામના ફરિયાદી રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા. ગત તારીખ 1/8/2020ના રોજ ટ્રાફિક શાખામાં નોકરીની વહેંચણી થતા ફરિયાદીની રાજકોટ ટ્રાફિકની સેક્ટર મોબાઈલમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. જે અન્વયે આ કામના ફરિયાદી પાસેથી ASI બળવંત સિંહ જાડેજા કે, જેઓ અગાઉ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ બળવંતસિંહની બદલી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે થઈ હતી.

તેમ છતાં બળવંત સિંહે ફરિયાદીને જણાવ્યું હતું કે, ટ્રાફિકની મોબાઇલમાં ફરજ બજાવવા બદલ વહીવટ કરવો પડશે. તેમજ જો વહીવટ નહીં કરો તો હેરાન ગતિ થશે. તેમ જણાવી ફરિયાદી પોલીસ કર્મી પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી હતી. જે મામલે ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ACBના આ છટકામાં ASI લાંચની રકમ રૂપિયા 5,000 સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details