ગુજરાત

gujarat

By

Published : May 12, 2021, 1:39 PM IST

ETV Bharat / state

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે લિક્વિડ ઓક્સિજનને વેસ્ટ થતું અટકાવવા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ

રાજકોટમાં કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનના વપરાશને ધ્યાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ટેન્કરમાં આવતો લિક્વિડ ઓક્સિજનનો ઘણો જથ્થો સમતળ સપાટીના કારણે મટિરીયલ વેસ્ટ તરીકે ટેન્કરમાં જ પડ્યો રહેતો હતો. તેથી હોસ્પિટલ અને તંત્ર દ્વારા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ છે.

લિક્વિડ ઓક્સિજનને વેસ્ટ થતું અટકાવવા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ
લિક્વિડ ઓક્સિજનને વેસ્ટ થતું અટકાવવા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ

  • ઓક્સિજનની જરૂરિયાત પ્રમાણે લિક્વિડ ઓક્સિજન ટેન્કર મારફતે ઉપલબ્ધ કરાય
  • 800થી 1200 લિટર જેટલો જથ્થો મટિરીયલ વેસ્ટ તરીકે ટેન્કરમાં જ રહેતો
  • ટેન્કરનો આગળનો ભાગ ઊંચો રહે તેવું વિશિષ્ટ પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરાયું

રાજકોટ : જિલ્લામાં કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનના વપરાશને ધ્યાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ઓક્સિજનની જરૂરિયાત મુજબ લિક્વિડ ઓક્સિજન ટેન્કર મારફતે ઉપલબ્ધ બનાવવામાં આવે છે.

800થી 1200 લિટર જેટલો જથ્થો મટિરીયલ વેસ્ટ તરીકે ટેન્કરમાં જ પડ્યો રહેતો

આ ઓક્સિજનનું ટેન્કર એક સમતળ સપાટી પર ઉભુ રહેતું હોવાના કારણે તેને ખાલી કરતા સમયે તેની અંદર રહેલો તમામ લિક્વિડ ઓક્સિજન બહાર નીકળી શકતો ન હતો. જેના કારણે અંદાજિત 800થી 1200 લિટર જેટલો જથ્થો મટિરીયલ વેસ્ટ તરીકે ટેન્કરમાં જ પડ્યો રહેતો હતો. તેથી આ જથ્થોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નહોતો.
આ પણ વાંચો : ભૂજની જનરલ હોસ્પિટલમાં 20 કિલોલિટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક શરૂ કરાયું
લોખંડના એક મજબૂત ઢાળવાળા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું
આ મહામુલા પ્રાણવાયુના જથ્થાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય તે માટે પી.ડી.યુ. હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પી.ડી.યુ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્કર ખાલી કરવા માટે 8 ઇંચ ઉંચું, 15 ફૂટ લાંબું અને 16 ફૂટ પહોળુ લોખંડના એક મજબૂત ઢાળવાળા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધારપુર હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન અર્પણ કરાયો

ટેન્કરની અંદર રહેલા લિક્વિડ ઓક્સિજનનો તમામ જથ્થો પાછળના ભાગ તરફ આવી જાય

આ વિશિષ્ટ પ્રકારના પ્લેટફોર્મ પર ટેન્કર ઉભું રાખવાથી, ટેન્કરનો આગળનો ભાગ ઊંચો રહે અને પાછળનો ભાગ નીચો રહે છે. જેથી ટેન્કરની અંદર રહેલો લિક્વિડ ઓક્સિજનનો તમામ જથ્થો પાછળના ભાગ તરફ આવી જાય છે. જેના કારણે આ ટેન્કરની અંદર રહેલો તમામ લિક્વિડ ઓક્સિજનને આસાનીથી બહાર કાઢી શકાય છે. પ્લેટફોર્મના ટેકાના કારણે જે મટિરીયલ વેસ્ટ જતું હતું તેનો હવે સંપૂર્ણ ઉપયોગ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details