ગુજરાત

gujarat

ETV Bharat / state

હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો - પોલીસ ન્યૂઝ

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કોણે કરી, ક્યા કારણે કરવામાં આવી તેની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. હત્યારાએ ઠંડા કલેજે હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો. રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં હત્યાનો બનાવ આવ્યો સામે
રાજકોટમાં હત્યાનો બનાવ આવ્યો સામે

By

Published : May 29, 2021, 10:06 AM IST

  • રાજકોટમાં હત્યાનો બનાવ આવ્યો સામે
  • મૃતદેહને પેક કરી ગ્રાઉન્ડમાં ફેકી દેવામાં આવ્યો
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ

રાજકોટ: જિલ્લાના રિધ્ધિ-સિધ્ધી પાર્ક પાસે આવેલા ગ્રાઉન્ડમાં હત્યા કરી બોક્ષમાં પેક કરી યુવકનો મૃતદેહ મળ્યો હતો. હત્યા કોણે કરી, ક્યા કારણે કરવામાં આવી તેની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

મૃતદેહને પેક કરી ગ્રાઉન્ડમાં ફેંકી દેવાયો

બોક્ષમાં પાર્સલની જેમ યુવકની હત્યા કરાયેલા મૃતદેહને પેક કરી ગ્રાઉન્ડમાં ફેકી દેવામાં આવ્યો છે, ત્યારે આની પાછળ હત્યારાને શોધવા પોલીસે તપાસ શરુ કરી છે. અત્યારે યુવક રાજકોટના ગોકુલધામ સોસાયટીનો રહેવાસી છે અને સંજય રાજુભાઈ સોલંકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:કીમ રેલવે સ્ટેશન નજીક અડફેટે આવેલા 14 વર્ષીય સગીરની હત્યાની આશંકા

હત્યારાએ ઠંડા કલેજે હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો

સમગ્ર મામલે પોલિસ દ્વારા વધુ તપાસ કરતા રાજકોટના ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ બુટલેગર સંજય સોલંકીનો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા રિધ્ધિ સિધ્ધિ સોસાયટી પાસેથી મૃતદેહ પેક કરેલું બોક્સ મળ્યું હતું. હત્યારાએ ઠંડા કલેજે હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો. રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details