- કરોડો રૂપિયાના વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ મામલે મુખ્ય સૂત્રધારની જૂનાગઢથી ધરપકડ
- પકડાયેલા તમામ શખ્સો એન્ટીક ચીજ વસ્તુનાં વેપાર સાથે છે સંકળયેલા
- આ શખ્સો ગુજરાતનાં અલગ અલગ જિલ્લાનાં રહેવાસી
અમદાવાદ: શહેરનાં પ્રહલાદનગર દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસેથી કરોડોનાં વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન કેટલીક હકીકતો સામે આવી છે. જે આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય સુત્રધાર ગફાર અન્સારીની પણ જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોની પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે, આ તમામ વેપારીઓ એન્ટીક ચીજ વસ્તુનાં વેપાર સાથે સંકળયેલા છે અને ગુજરાતનાં અલગ અલગ જિલ્લાનાં રહેવાસી છે. એમ્બરગ્રીસ સૌ પ્રથમ ગફાર અન્સારીએ શરીફને વેચવા માટે આપી અને કહ્યું કે, આની બજારમાં ખુબ જ કિંમત આવે તેવી છે અને જ્યારે વેચાય ત્યારે રૂપિયા આપજે. જે એમ્બરગ્રીસ વેચવા માટે શરીફે ખાલીદ અને રાજસ્થાનનાં સુમેર સોનીને વાત કરી અને અમદાવાદમાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં વ્હેલ એમ્બરગ્રીસ( Whale ambergris )ની તસ્કરીનો સૌપ્રથમ ગુનો નોંધાયો, 3ની ધરપકડ