વાયુ વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાયુ વાવાઝોડા દરમિયાન આવનાર તોફાની વરસાદના કારણે ખેડૂતોનો માલ બગડે નહિ અને દૂર-દૂરથી યાર્ડમાં પોતાનો માલ લઈને આવતા ખેડૂતો હેરાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ - gujaratinews
રાજકોટ: હાલ સમગ્ર રાજ્યમાં વાયુ વાવાઝોડાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ખાસ સૌરાષ્ટ્રના દરીયા કિનારે આ વાયુ નામનું વાવાઝોડું ત્રાટકવાનું છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાનો વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાવાઝોડા દરમિયાન આવનાર વરસાદમાં ખેડૂતોનો માલ બગડે નહી તેમજ ખેડૂતો હેરાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ
યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા વાયુ વાવાઝોડાને લઈને જાહેરાત કરવા નહી આવે ત્યાં સુધી આ યાર્ડ બંધ રાખવામાં આવશે.