ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ : કોટડાસાંગાણીના રાજપરાની સીમમાં સિંહોએ વાછરડાનુ મારણ કર્યું

કોટડાસાંગાણીના રાજપરા નજીક આવેલ ગાળાવાળી મેલડી માતાજીના મંદિરના પટાંગણમાં સિંહોએ વાછરડાંનુ મારણ કરી મિજબાની માણતા ઈન્ચાર્જ ફોરેસ્ટર એમ.બી.જાળેલા સહિતના રાજપરા દોડી આવ્યા હતા.

રાજકોટ
રાજકોટ

By

Published : Dec 16, 2020, 9:13 PM IST

  • રાજપરાની સીમમાં એક વાછરડાનું સિંહોએ કર્યું મારણ
  • રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના ગામોમા સિંહોના ધામા
  • અલગ અલગ સ્થળોએ નીલગાય ભૂંડ અને પશુઓનુ કર્યું મારણ

રાજકોટ :છેલ્લાં ઘણા દિવસોથી રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના ગામોમા સિંહોએ ધામા નાખ્યા છે અને અલગ અલગ સ્થળોએ નીલગાય ભૂંડ અને પશુઓનુ મારણ કરી મિજબાની માણી રહ્યા છે. તેના કારણે ક્યાંક ખેડૂતોમાં પણ ભયનો માહોલ છવાયો છે.

લોકો સિંહની ડણકથી ધ્રુજી ઉઠ્યા

આ વિસ્તારના લોકો સિંહની ડણકથી પણ ધ્રુજી ઉઠ્યા છે. એક બાદ એક થઈ રહેલા મારણ બાદ પણ સિંહને તેમના રહેણાંક સ્થળ ખસેડવામાં આવે તે જરૂરી બન્યુ છે. ત્યારે રાજપરાના ગાળાવાળી મેલડીમાના મંદિર પટાંગણના બગીચામાં રહેલ ચારેક વાછરડાઓમાંથી એક વાછરડાનુ સિંંહોએ મારણ કરતા ઉચ્ચ અધિકારીઓની રાહદારી મુજબ ઈન્ચાર્જ ફોરેસ્ટ એમ.બી.જાળેલા, ગાર્ડ આર.જે.વરૂ સહિતના વનકર્મીઓએ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details