ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના પ્રદ્યુમ્ન પાર્કમાં ઘુસી આવેલો દીપડો પાંજરે પુરાયો, મનપાની જાહેરાત - rajkot news

પદ્યુમ્ન પાર્ક ઝુમાં પાંચ દિવસ અગાઉ એક દીપડો ઘુસી આવવાની ઘટના સામે આવી હતી. જેને લઈને પ્રદ્યુમ્ન પાર્ક ઝુ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વન વિભાગ અને મનપાની ટિમ દ્વારા ઝુમાં અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આખરે મનપા ટિમની મહેનત ફળી હતી અને દિપડો પાંજરે પુરાયો હતો.

પ્રદ્યુમ્ન પાર્કમાં ઘુસી આવેલો દીપડો પાંજરે પુરાયો, મનપાની જાહેરાત
પ્રદ્યુમ્ન પાર્કમાં ઘુસી આવેલો દીપડો પાંજરે પુરાયો, મનપાની જાહેરાત

By

Published : Feb 22, 2020, 1:20 PM IST

રાજકોટ : મહાનગરપાલિકા હેઠળ આવતા પદ્યુમ્ન પાર્ક ઝુ માં પાંચ દિવસ અગાઉ એક દીપડો ઘુસી આવવાની ઘટના સામે આવી હતી. જેને લઈને પ્રદ્યુમ્ન પાર્ક ઝુ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. બીજી તરફ વન વિભાગ અને મનપાની ટિમ દ્વારા ઝુમાં અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસના ઓપરેશન દરમિયાન વન વિભાગને દીપડા અંગેના કોઈ પુરાવા ન મળતા અંતે સુરક્ષિત ઝોન જાહેર કરી ઝુને સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

પ્રદ્યુમ્ન પાર્કમાં ઘુસી આવેલો દીપડો પાંજરે પુરાયો, મનપાની જાહેરાત

આજરોજ વહેલી સવારે મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઝુમાંથી દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. જો કે વન વિભાગ દ્વારા રોજબરોજના સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું અને ઝુના અલગ અલગ વિસ્તારમાં 7 જેટલા પાંજરા પણ મુકવામાં આવ્યા હતા, ત્યારે દીપડો આખરે પાંજરે પૂરાતા મનપા દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યા હતો. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા દીપડાની ઉંમર અંદાજીત 5થી 7 વર્ષની હોવાની માનવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details