રાજકોટમાં કિસાન સંઘે ખેતરમાં દિવસે લાઈટ આપવા મામલે ઉર્જાપ્રધાનને પાઠવ્યું આવેદન - Rajkot letest news
રાજકોટઃ રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ રાજકોટ ખાતે લોકાર્પણના કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા હતા, તે દરમિયાન રાજકોટ કિસાન સંઘ દ્વારા સર્કિટ હાઉસ ખાતે ઉર્જાપ્રધાન સૌરભ પટેલને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું
કિસાન સંઘે દિવસે ખેતરમાં લાઈટ આપવા મામલે ઉર્જાપ્રધાનને આવેદન પાઠવ્યું
ખેડુતોની માગ છે કે, રાત્રીના સમયે ખેતરમાં જંગલી જાનવરોના સત્તત ભય રહે છે. તેમજ શિયાળા દરમિયાન ભારે ઠંડીનો ખેડૂતોને સામનો કરવો પડે છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાત્રીના બદલે દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે, જ્યારે ઉર્જાપ્રધાને આ અંગે સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું હતું.