- રાજકોટના ગોંડલ સબ જેલનો જેલર જેલ હવાલે
- સબ જેલમાં કેદીઓને સુવિધા ઉપલબ્ધ કરાવાનો નોંધાયો હતો ગુનો
- જેલરને રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ
રાજકોટઃ જિલ્લાના ગોંડલ સબ જેલમાં કેદીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ગુનો નોંધાયો છે, ગોંડલ સબ જેલમાં કેદીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાના ગુનામાં રિમાન્ડ બાદ જેલર ખુદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
જેલરની પોલીસે ધરપકડ કરી
રાજકોટ જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં જેલર દ્વારા સબ જેલમાં કેદીઓને સુવિધાઓ પુરી પાડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે બાદ જેલરની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે જેલર ડી.કે.પરમારના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જે રીમાન્ડ પુરા થતા પોલીસે જેલરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ગોંડલ સબ જેલમાં કેદીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાના બદલ જેલર ખુદ જેલ હવાલે રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો
જેલરના વકીલ દ્વારા જેલરને જામીન ઉપર છોડવાની અરજી કરતા કોર્ટે તેની અરજી ના મંજૂર કરતા જેલરને રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ ઘટના બાદ જેલરને ખુદ હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.