જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે એક પરપ્રાંતીય ખેત મજૂરે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં પતિએ આવેશમાં આવીને બાવળના લાકડાંને જ હથીયાર બનાવી પેલા પત્નીના પ્રેમીને માર્યો અને બાદમાં પત્નીને મોઢા અને નાકના ભાગે પુરી તાકાતથી લાકડું ફટકારતા પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, આ મામલે મૃતક પરિણીતાના ભાઈએ જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા પતિએ પત્નીને પતાવી દીધી - રાજકોટ ક્રાઈમ ન્યૂઝ
અનૈતિક સંબંધનું પરિણામ ક્યારેય સારૂ આવતું નથી, આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેતપુરના તાલુકામાંથી, અહીંના પેઢલા ગામે એક પરપ્રાંતીય ખેતમજૂરે તેની પત્નીને તેના પરણિત પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં ઉશ્કેરાયને પત્નીની હત્યા કરી નાખી, જ્યારે પત્નીના પ્રેમીને પણ માર્યો જોકે, તે જીવ બચાવીને ભાગવામાં સફળ થઈ ગયો, હાલ તો પોલીસે આરોપી પતીને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
Published : Nov 18, 2023, 8:40 AM IST
|Updated : Nov 18, 2023, 9:01 AM IST
શું હતી સમગ્ર ઘટના: મૃતક પરિણીતાના ભાઈ સુનીલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની બેન (મૃતક સંગીતા)ના એકાદ વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના એકલબારા ગામના લખન વાસકેલા સાથે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ બેન-બનેવી બંને કામ ધંધા માટે ગુજરાત આવી ગયેલા અને જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે વતનના જ અન્ય ખેત મજૂરો સાથે ખેતરમાં જ રહીને મજૂરી કામ કરતાં હતા. આ દરમિયાન સાથે ખેતી કામ કરતા સંગીતાને સંજય સોલંકી નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાઈબીજના દિવસે સંગીતા પતિ લખન સાથે તેમજ સંજય તેની પત્ની સાથે મોટા ગુંદાળા ગામથી પેઢલા ગામે ખેતમજુરી માટે આવેલા પોતપોતાના સબંધીઓને ત્યાં ગયાં હતાં. જ્યારે સંગીતા અને તેનો પતિ લખન ક્રિષ્ના પ્રોટીન્સ નામના કારખાનામાં મજૂરી કરતા તારાચંદ નામના વ્યક્તિને મળવા આવ્યાં હતાં. જ્યાં તેમણે બપોરનું ભોજન લીધુ અને આરામ કરતા હતાં તે દરમિયાન સંગીતાનો પ્રેમી સંજય પણ ત્યાં આવી પહોંચ્યો જ્યારે તારાચંદ ઓરડીમાં ઉંઘી ગયો અને લખન પેઢલા ગામે તમાકુ લેવા માટે ગયો અને પરત આવીને જોતા કારખાનાની પાછળ સંગીતા અને સંજય કઢંગી હાલતમાં હતાં જે જોઈને લખનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
પત્નીને ઉતારી મોતને ઘાટ: પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા ઉશ્કેરાયેલા લખને બંનેને મારવા માટે આમ-તેમ નજર ફેરવી પણ કંઈ હથીયાર ન દેખાયું, જોકે, બાવળના ઝાડનું એક લાકડું લઈને સંજય અને સંગીતાને ફટકાર્યા, જેમાં સંજયને માથાના ભાગે અને સંગીતાને મોઢા તેમજ નાકના ભાગે ઈજા થઈ. આ દરમિયાન સંજય તો જીવ બચાવીને ત્યાંથી નાશી ગયો, પરંતુ સંગીતાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ જોઈને લખનને તેની ભૂલ સમજાતા તે ત્યાંથી નાશી ગયો હતો. ઉદ્યોનગર પોલીસે સુશીલની ફરીયાદ પરથી લખન સામે હુમલો અને ખૂનનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.