ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી ઝીણાનું મોટી પાનેલીનું ઘર હવે કોની માલિકીનું છે જાણો - Village of Muhammad Ali Jinnah

પોરબંદરની ભૂમિ પર મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો અને ત્યાંથી 70 કિ.મી દૂર પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદઅલી ઝીણાનું મૂળ ગામ આવેલું છે. તે રાજકોટ જિલ્લાનું ગામ મોટી પાનેલી (Village of Muhammad Ali Jinnah) છે. તો આવો જાણીએ મોહમ્મદ અલી ઝીણાના (Muhammad Ali Jinnah) ઘરને લઈને કેટલીક રસપ્રદ વાતો..!

પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી ઝીણાનું રાજકોટમાં મળ્યું હયાત ઘર..!
પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી ઝીણાનું રાજકોટમાં મળ્યું હયાત ઘર..!

By

Published : Mar 17, 2022, 2:22 PM IST

Updated : Mar 17, 2022, 4:21 PM IST

રાજકોટ :મોહમ્મદ અલી ઝીણાના પરિવારનું પૈતૃક મકાન ઉપલેટાના મોટી પાનેલી ગામની (Moti Paneli village) સાંકડી એવી શેરીમાં આવેલું છે. જે 108 વર્ષથી પણ વધારે જૂનું હોવાનો દાવો ગામના લોકો કરે છે. આ મકાન બે માળનું મકાન છે. અને તે પૂંજાભાઇના મકાન તરીકે ઓળખાય છે. જે વેપારી ઉજળી તક માટે કરાચી સ્થળાંતરિત થયાં હતાં. ઝીણાભાઈ પાકિસ્તાનના સ્થાપક, (Founder of Pakistan) પ્રથમ ગવર્નર જનરલ અને કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના પિતા હતાં.

રાજકોટના મોટી પાનેલી ગામમાં મોહમ્મદ અલી ઝીણાનું મળ્યું ઘર

ગુજરાતમાં ખોજા કહેવામાં આવે છે - પાકિસ્તાનમાં 25 ડિસેમ્બર 1876ના રોજ મોહમ્મદ અલી ઝીણાના જન્મ દિવસ તરીકે ઉજવે છે. મોટી પાનેલી ગામના લોકોના જણાવ્યું કે, પુંજાભાઈ ઠક્કર ઝીણાભાઈના પિતા અને મોહમ્મદ અલી ઝીણાના (Family of Muhammad Ali Jinnah) દાદા હતાં. જે ગુજરાતના વેપારી લોહાણા સમુદાયના હતાં. તે માછલીના વેપાર વ્યવસાયમાં હતાં. જેના કારણે તેમના સમુદાય દ્વારા તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હતાં અને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. આમ ઝીણાનો જન્મ શિયા મુસ્લિમ પરિવારમાં થયો હતો. આગાખાનના અનુયાયીઓ તેને ગુજરાતમાં ખોજા કહેવામાં આવે છે.

આ પણ વાંચો :MLA Imran Khedawala Statement: ઈમરાન ખેડાવાલાની ચિંતા, અમદાવાદનું માન્ચેસ્ટરનું પદ છીનવાઈ રહ્યું છે

ગુજરાતી શૈલી પ્રમાણે ગામડાનું ઘર - મોહમ્મદ અલી ઝીણાનું પૈતૃક ઘર હાલ પોપટ બેચર પોકીયાનું ઘર છે. આ પરિવારના સભ્ય નંદુ પોપટ પોકિયાએ જણાવ્યું કે, આ ઘરમાં તે 70 વર્ષથી રહે છે તેમજ તેમનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો છે. અવારનવાર લોકો દ્વારા મોહમ્મદ અલી ઝીણાનું પૈતૃક (Home of Muhammad Ali Jinnah of Pakistan) ઘર હોવાના લીધે આ સ્થળની મુલાકાત લેવામાં આવતી હોય છે. આ ઘરને ભોંયતળીયે બે રૂમ, પહેલા માળે બે રૂમ, બે રસોડા સાથેનું સામાન્ય ગુજરાતી શૈલી પ્રમાણે ગામડાનું ઘર છે. આ ઘરને જૂના (Muhammad Ali Jinnah in Rajkot) મકાનો જેવું ફળિયું પણ છે.

આ પણ વાંચો :RSS Exhibition in Gujarat: RSSના કાર્યક્રમમાં ઝીણાની તસવીર દેખાતા વિવાદ, ગામના લોકોએ શું કહ્યું, જાણો

ઝીણા અને હર્ષદ મહેતા ગામના પ્રખ્યાત -મોટી પાનેલીના ઉપસરપંચ જતીન ભાલોડિયા જણાવ્યું કે, ઝીણાભાઇ જ્યાં રહેતા તે મકાનમાં (Village of Muhammad Ali Jinnah) કંઈ પણ બદલાયું નથી. સિવાય કે અહીં અને ત્યાં કેટલાક નવીનીકરણ થયા છે. મોટી પાનેલી ગામમાં 100 જેટલા ખોજા પરિવારો રહેતા હતાં. પણ અત્યારે ગામમાં ફક્ત પાંચ થી છ જેટલા ખોજા પરિવારો રહે છે. અમારા ગામના માત્ર બે જ લોકો પ્રખ્યાત હતા. એક તો મોહમ્મદ અલી ઝીણા અને સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલ હર્ષદ મહેતા.

Last Updated : Mar 17, 2022, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details