ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના વાસ્તુશાસ્ત્રી દંપતીને ઇન્ટરનેશનલ મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરાયા - ગોંડલ સમાચાર

રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરના વાસ્તુશાસ્ત્રી ડૉ. ધર્મેન્દ્ર ગોહિલ અને ડૉ. શીતલ ગોહિલને તાજેતરમાં ઇન્દોર ખાતે આયોજિત જ્યોતિષશાસ્ત્ર સંમેલનમાં ઇન્ટરનેશનલ મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગોંડલ ડોક્ટર દંપતીને ઇન્ટરનેશનલ મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

By

Published : Nov 10, 2019, 11:23 AM IST

આ સંમેલનમાં નેપાળ, રશિયા, દુબઈ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, મોરેશિયસ સહિતના દેશોમાંથી 500થી પણ વધારે વાસ્તુશાસ્ત્રી તેમજ જ્યોતિષાચાર્ય આવ્યા હતા. આ સંમેલન મા ડૉ. એસ એસ રાવત, અજય ભાબી, કેબિનેટ મંત્રી યોગેન્દ્ર મહંત સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત ડોક્ટર દંપતી એ સંમેલન વેળાએ વાસ્તુ અને જ્યોતિષની સેવાઓ આપી હતી. લોકોની કુંડળીનું નિવારણ તેમજ નક્શા જોઈ વાસ્તુનું સમાધાન બતાવ્યું હતું. આ દંપતીઆ પહેલા પણ અનેકવાર અનેકવિધ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details