રાજકોટઃ આસ્થાનું પ્રતિક અક્ષર ડેરી ગોંડલમાં મંગળવારથી BAPS અક્ષર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યુ છે. દર્શનના દ્વાર ખુલતા જ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને લઈને ધાર્મિક સ્થળોએ પણ દેવ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા.
ગોંડલ અક્ષર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા - કોરોના વાઇરસની મહામારી
આસ્થાનું પ્રતિક અક્ષર ડેરી ગોંડલમાં મંગળવારથી BAPS અક્ષર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યુ છે. ગોંડલ અક્ષર મંદિરમાં સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6 હરિભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવાનો નિર્ણય કરાયો છે.
![ગોંડલ અક્ષર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા ગોંડલ અક્ષર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7650683-9-7650683-1592377618571.jpg)
અનલોક- 1માં ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળોમાં દર્શન કરવાની મંજૂરી અપાતા BAPSના સંસ્થા દ્વારા મગંળવારે દર્શનના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ગોંડલ અક્ષર મંદિરમાં સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6 હરિભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવાનો નિર્ણય કરાયો છે.
જેમાં મંદિરમાં પ્રવેશતા જ હરિભક્તોનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે, ત્યાર બાદ સેનીટાઇઝર ટર્નલમાં પસાર થઈને મંદિર અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. માસ્ક અથવા તો રૂમાલ હરિભક્તોને ફરજિયાત બાંધવાનું રહેશે, આ ઉપરાંત ડાયાબિટીસ, શ્વાસ જેવા રોગોની બીમારીવાળા વ્યક્તિએ ન આવવા વિનંતી કરાઇ છે. આ સાથે અક્ષરદેરીમાં માળા, દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કે ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. મંગળવારે પ્રથમ દિવસે ગોંડલથી અક્ષર મંદિરના દર્શન ખૂલતાં સત્સંગીઓ અને ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.