- કુલ 4200 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ
- થાપણદારોએ પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી
- 200 થી વધુ થાપણદારોની મૂળી ડૂબી ગઈ
રાજકોટ : શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કુલ 4200 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું. ત્યારે ભક્તિનગર પોલીસને મળેલ લેખિત ફરિયાદ મુજબ કુલ 358 થાપણદારોએ 23.46 કરોડ રૂપિયાની પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે, વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે તો સાથોસાથ તેમના પૈસા તેમને પરત અપાવવામાં આવે.
શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી દ્વારા વાર્ષિક 12 ટકા વ્યાજ આપવાનો વાયદો
રાજકોટ શરફી મંડળીના ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે, જ્યારે ખાનગી તેમજ સરકારી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટમાં 5.5 ટકાથી લઈ 7 ટકા જેટલું વ્યાજ આપે છે. ત્યારે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી દ્વારા વાર્ષિક 12 ટકા વ્યાજ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. એક થાપણદાર એવા પણ છે કે, જેની સૌથી વધુ રકમ ડૂબી છે. આ થાપણદારોએ રૂ.60 લાખની ફિક્સ ડિપોઝીટ કરાવી હતી. તેણે પણ પોલીસ સમક્ષ નિવેદન લખાવ્યું છે. 4200 થી વધુ થાપણદારોની મૂળી ડૂબી ગઈ છે. રોજ નવા-નવા થાપણદારો ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કરી રહ્યા છે.
વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી અને વિપુલ વસોયા કે જે હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર
મંડળીના ચેરમેન સંજય દુધાગરાના બંગલામાંથી પોલીસે બે લેપટોપ કબજે કર્યા હતા. લેપટોપના ડેટાના મદદથીઆ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આજે ઝોન-1ના ડીસીપીએ મંડળીના ચેરમેન સંજય દુધાગરા, વાઈસ ચેરમેન ગોપાલ રૈયાણી અને વિપુલ વસોયા કે જે હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર છે તે તમામની પૂછપરછ કરી હતી.