રાજકોટ:ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ઈમરજન્સીમાં (Air ambulance in Gujarat)જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા GVK EMRI ના સહયોગથી 108 સેવા કાર્યરત કરવામાં આવી છે. જેનો લાભ અનેક દર્દીઓને અત્યાર સુધીમાં મળ્યો છે. પણ હવે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે. શહેરમાં ગત મહિને ગુજરાત સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી.
એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ -આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં (Rajkot Air Ambulance )ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જય કુમાર મકવાણા કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃભારતની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા કર્ણાટકમાં શરૂ કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સ વિશેષતા -રાજકોટ 108ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરના જણાવ્યા મુજબ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જ્યારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જ્યારે અમદાવાદથી આવતી એર એમ્બ્યુલન્સ ખુબ ઝડપી રીતે ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.