- રાજકોટમાં રાજ્યનું પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર થશે ઉભું
- મોટી જાનહાનિ ટળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો
- હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની તાલીમ અપાશે
રાજકોટ અગ્નિકાંડ: રાજ્યનું પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર રાજકોટમાં ઉભું કરાશે - રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે પાંચ દર્દીના મોત થયા હતા. પાંચ દર્દીઓના મોત બાદ મનપાને જ્ઞાન થયું છે કે, શહેરમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવમાં આવે. તે માટેની મનપા દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ મોરબી રોડ ખાતે આવેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે તાલીમ સેન્ટર ઉભું કરવામાં આવશે. જ્યાં પ્રથમ હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવશે.
આગકાંડ
રાજકોટ : રાજકોટના ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે પાંચ દર્દીના મોત થયા છે. ત્યારે પાંચ દર્દીઓના મોત બાદ મનપાને જ્ઞાન થયું છે કે, શહેરમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવમાં આવે, તે માટેની મનપા દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ મોરબી રોડ ખાતે આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે તાલીમ સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. જ્યાં પ્રથમ હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપવામાં આવશે.