રાજકોટ : મોરારીબાપુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બાપુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંગે બાપુ તેમના સ્વભાવ મુજબ દ્વારકા જઈને કોઈની લાગણી દુભાણી હોય તો માફી માંગવા ગયા હતા. તે દરમિયાન દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા બાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે જલારામધામ એવા વીરપુરમાં પણ આના ખૂબ ઉંડા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં ગામના તમામ વેપારીઓએ પોતપોતાના રોજગાર બંધ રાખીને રોષ વ્યકત કર્યો હતો. તેમજ બાપુના વંશજ ભરતભાઇ ચાંદ્રાણીની આગેવાનીમાં ગામના પાંચ પ્રતિનિધિઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.
મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામધામ વીરપુર સજ્જડ બંધ - RAJKOT NEWS
દ્વારકામાં મોરારીબાપુ પર દ્વારકા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાના પ્રયાસને લઈને પૂજ્ય મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામધામ વીરપુરમાં સમગ્ર વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખ્યા હતા.
યાત્રાધામ જલારામધામ વીરપુર સજ્જડ બંધ
આ અંગે ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવેલ કે, અત્યારે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનો આદર કરતો પક્ષ સતા પર છે. ત્યારે તેઓના મુખ્યાઓએ ચૂપ રહેવું ન જોઈએ અને સમગ્ર દેશમાં આદરણીય મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર સામે પગલાં ભરવા જોઈએ.