ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં વારંવાર જમવાનું માગતા વૃદ્ધાને પરિવારે ઘરમાં કેદ કર્યા, માર પણ માર્યો - ગુજરાત સમાચાર

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર બીજા માળે એક વૃદ્ધાને તેમના જ પરિવારજનો દ્વારા કેદ કરવામાં આવ્યા હતા. જેની જાણ સાથી સેવા ગ્રુપના સભ્યોને થતા તાત્કાલિક 181 અભયમની મદદ લઈને વૃદ્ધાને બંધ મકાનમાંથી મુક્ત કરાવ્યા હતા.

રાજકોટમાં વારંવાર જમવાનું માંગતા વૃદ્ધાને પરિવારે ઘરમાં કેદ કર્યા
રાજકોટમાં વારંવાર જમવાનું માંગતા વૃદ્ધાને પરિવારે ઘરમાં કેદ કર્યા

By

Published : Feb 5, 2021, 12:27 PM IST

Updated : Feb 5, 2021, 2:02 PM IST

  • હાલ વૃદ્ધા કે તેમના પરિવારજનોની સાચી ઓળખ બહાર આવી નથી
  • નણંદ અને જેઠાણી દ્વારા તેમને માર મારવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા
  • પાડોશીઓ દ્વારા સાથી સેવા ગ્રુપને આ અંગે જાણ કરાતા વૃદ્ધાને રેસ્ક્યુ કરાયા

રાજકોટ: રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર બીજા માળે એક વૃદ્ધાને તેમના જ પરિજનો દ્વારા કેદ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સાથી સેવા ગ્રુપના સભ્યોને થતા તાત્કાલિક જલ્પા પટેલ સહિતના સભ્યો હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા અને અભયમની મદદ લઈને તાત્કાલિક વૃદ્ધાને બંધ મકાનમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ આ વૃદ્ધાને હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવ્યા છે.

વૃદ્ધાના પરિવારજનોએ જ કર્યા હતા કેદ

રેસ્ક્યુ કરાયા બાદ સારવાર માટે લઈ જવાઈ રહેલા વૃદ્ધા
યુનિવર્સિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના બીજા માળે એક વૃદ્ધાને બંધ કર્યા હોવાની જાણ સાથી સેવા ગ્રુપને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 181 અભયમની ટીમની મદદથી આ કવાર્ટરનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં અંદર એક વૃદ્ધા એકલા મળી આવ્યા હતા. તેઓ ચાલી કે વધુ બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ વૃદ્ધાને તેમના જ પરિવારના સભ્યો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને તેમને માર પણ મારવામાં આવ્યો હોવાની કેફિયત તેમણે રજૂ કરી હતી. પાડોશીઓનાં 7થી 8 ફોન આવ્યા હતા: જલ્પા પટેલ
રાજકોટમાં વારંવાર જમવાનું માંગતા વૃદ્ધાને પરિવારે ઘરમાં કેદ કર્યા, માર પણ માર્યો
સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલના જમાવ્યા અનુસાર, આ વૃદ્ધાને તેમના જ પરિવારજનો દ્વારા બંધ કરવામાં આવ્યા હોવાના અમને 7થી 8 જેટલા ફોન આવ્યા હતા. જેને લઈને અમને પણ આ મામલે શંકા ગઈ હતી. અમે અભયમની મદદ લઈને આ વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા. ઘરમાં બંધ વૃદ્ધા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની નણંદ અને જેઠાણી દ્વારા તેમને માર મારવામાં આવતો હતો તેમજ તેમના પગમાં પણ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેમના પર કેરોસીન નાંખવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે.
Last Updated : Feb 5, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details