રાજકોટઃ ગોંડલના આરટીઆઇ એક્ટિવિસ્ટ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (કાલમેઘડા) દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને વિવિધ મુદ્દામાં માહિતી માગવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો છે કે, રાજકોટ જિલ્લામાં 910 ખાનગી સ્કૂલ આવેલી છે. જ્યારે સરકારી સ્કૂલો માત્ર 43 જ છે.
RTIમાં ખુલાસો, રાજકોટ જિલ્લામાં 910 ખાનગી સ્કૂલ, માત્ર 43 જ સરકારી સ્કૂલ - રાજકોટ ન્યૂઝ
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને વિવિધ મુદ્દામાં માહિતી માગવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો છે કે, રાજકોટ જિલ્લામાં 910 ખાનગી સ્કૂલો આવેલી છે. જ્યારે સરકારી સ્કૂલો માત્ર 43 જ છે.
આ બાબત દ્વારા ચોક્કસ અંદાજ લગાવી શકાય કે, સરકાર ખાનગી સ્કૂલોને કેટલું પ્રોત્સાહન આપે છે, જ્યારે સરકારી સ્કૂલો એક વર્ષ મા માત્ર પાંચ નવી શરૂ કરવામાં આવેલી. અન્ય માહિતીમાં જણાવ્યું કે, કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટે વિદ્યાર્થી કે, વાલીઓના મૌખિક કે, લેખિત ઇન્ટરવ્યુ લઈ શકશે નહીં, તેમજ કોઈ પણ પ્રકારનું ડોનેશન કે, વિકાસ ફી માગી શકશે નહીં
આમ ઉપરોક્ત માહિતી દ્વારા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ઘણો જ ફાયદો થશે અને ખાનગી સ્કૂલો દ્વારા થતી ઉઘાડી લૂંટ રોકવામાં સફળતા મળશે.