ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રિય ચુંટણી પંચના નાયબ કમિશ્નરે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજી

અગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકોટમાં (Comprehensive review of seven districts at Rajkot) કેન્દ્રિય ચુંટણી પંચના નાયબ કમિશ્નરે મીટીંગ યોજી સાત જીલ્લાની શામીક્ષા બેઠક (Gujarat Assembly General Election 2022) યોજી હતી. જાણો સમગ્ર વિગતો આ અહેવાલામાં.

કેન્દ્રિય ચુંટણી પંચના નાયબ કમિશ્નરે રાજકોટમાં સાત જીલ્લાની ચુંટણી લક્ષી શામીક્ષા બેઠક યોજી
કેન્દ્રિય ચુંટણી પંચના નાયબ કમિશ્નરે રાજકોટમાં સાત જીલ્લાની ચુંટણી લક્ષી શામીક્ષા બેઠક યોજી

By

Published : Oct 17, 2022, 8:06 AM IST

Updated : Oct 18, 2022, 9:37 PM IST

રાજકોટ: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ રાજકોટ ખાતે (Comprehensive review of seven districts at Rajkot) સાત જિલ્લાની સર્વગ્રાહી સમિક્ષા કરાઇ હતી. જેમાં રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 (Gujarat Assembly General Election 2022) અંગે થયેલી તૈયારીની સમિક્ષા બેઠક યોજી હતી.

કેન્દ્રિય ચુંટણી પંચના નાયબ કમિશ્નરે રાજકોટમાં સાત જીલ્લાની ચુંટણી લક્ષી સમીક્ષા બેઠક યોજી
ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો: આ બેઠકમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. જેમાં આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા. બેઠકની શરૂઆતમાં રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે ચૂંટણી પંચના સભ્ય તેમજ અન્ય જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકોને આવકાર્યા હતા.

મહાનુભવો ઉપસ્થિત રહ્યાં: આ બેઠકમાં રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જામનગર કલેકટર સૌરભ પારધી, મોરબી કલેકટર જી.ટી.પંડ્યા, દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યા, બોટાદ કલેકટર બીજલ શાહ, સુરેન્દ્રનગર કલેકટર કે.સી.સંપટ અને કચ્છ જિલ્લાના કલેકટર દિલીપ રાણા તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંધ, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, બોટાદ પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Oct 18, 2022, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details