ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપાના ડે. કમિશનર ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડ ફટકાર્યો

રાજકોટમાં સ્વચ્છતા જાળવવા માટે મનપાના ડેપ્યુટી કમિશનર રાજમાર્ગો પર નીકળ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો.

રાજકોટ મનપાના ડે. કમિશનર ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડ ફટકાર્યો
રાજકોટ મનપાના ડે. કમિશનર ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડ ફટકાર્યો

By

Published : Jan 13, 2021, 2:28 PM IST

  • રાજકોટમાં સ્વચ્છતા જાળવવા માટે મનપાનો એક્શન પ્લાન
  • રાજકોટમાં મનપાના ડેપ્યુટી કમિશનર રાજમાર્ગો પર નીકળ્યા
  • જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને હજારોનો દંડ ફટકાર્યો


રાજકોટ : શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મનપાના ડેપ્યુટી કમિશનર રાજમાર્ગો પર નીકળ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો.

રાજકોટ મનપાના ડે. કમિનશર હોકી લઈ ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડ ફટકાર્યો

ડેપ્યુટી કમિશનરે 10 થી વધુ લોકોની ટીમ સાથે હાથમાં હોકી લઈને રસ્તા પર દંડ ઉઘરાવા નીકળ્યા

ડેપ્યુટી કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને વારંવાર સમજાવતા છતાં સમજતા નથી. તાજેતરમાં અનેક બનાવો સામે આવ્યા છે. ઘણી વખત મનપાના દબાણ હટાવ શાખાની ટીમ સાથે પણ ઘર્ષણ થાય છે. આવા લોકોમાં ડર રહે તે માટે 10 થી વધુ લોકોની ટીમ હાથમાં હોકી લઈને રસ્તા પર દંડ ઉઘરાવા નીકળ્યા હતા.

ડેપ્યુટી કમિશનરે હાથમાં હોકી લઈને રસ્તા પર ચેકિંગ કર્યું

જ્યારે અગાઉ પણ ગત મહિને ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહે ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડો બતાવી 44 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ડેપ્યુટી કમિશનર હાથમાં હોકી લઈને રસ્તા પર ચેકિંગ કરતા જોવા મળ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details