આ કામકાજ દરમિયાન વહેલી સવારે અજાણ્યા શખ્સોએ આંબેડકરના બોર્ડને તોડી નાખ્યું અને આવું કૃત્ય કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ બનાવની જાણ સવારે દલિત સમાજના લોકોને થતા લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા ગયા હતા અને સૂત્રોચાર સાથે રસ્તા રોકો આંદોલન કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવના પગલે જસદણ પોલીસના પી.એસ.આઇ આર.જે ભોજાણી સહિત કાફલો શિવરાજપુર ગામે દોડી આવ્યો હતો. જો કે, બનાવમાં દલિત સમાજના લોકોએ જ્યાં સુધી આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે તેવી ચિમકી આપી હતી.
રાજકોટમાં અજાણ્યા શખ્શોએ તોડ્યું બાબાસાહેબનું બોર્ડ, દલિત સમાજમાં ભારે રોષ - Gujarati News
રાજકોટઃ જસદણના શિવરાજપુર આવેલ દલિત વાસમાં જાહેર માર્ગ પર આવેલ 20 વર્ષથી ડોક્ટર આંબેડકરનું બોર્ડ હતું. ત્યાં તે જગ્યાએ શનિવારે દલિત સમાજના લોકો દ્વારા ડોક્ટર આંબેડકરનો ઓટલો બનાવવા માટે પાયા ખોદવામાં આવ્યા હતા.
પોલીસ તંત્ર પણ પણ દોડતું થયું હતું બાદમાં જસદણ પોલીસે ડોક્ટર આંબેડકર નું બોર્ડ તોડનાર શિવરાજપુર ગામ ના ના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરતા રસ્તા રોકો આંદોલન સમેટાયું હતું જસદણ પોલીસે ગામના સુરેશભાઈ બાવાભાઈ રાઠોડની ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં શિવરાજપુરના લાખા મંજી મકવાણા, દેવજી મકવાણા, અને ગોર્ધન લાખા મકવાણાના નામ આપતા પોલીસે 3એને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જોકે આ બનાવમાં કોઈ અનિચ્છીય ઘટના ના બને તે માટે જસદણ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા શિવરાજપુર ગામમાં કરફ્યુ જેવો માહોલ છવાયો હતો.