ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ભુણાવા-ભરૂડી પાસે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો - Rajkot letest news

ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલા ભુણાવા-ભરૂડી ગામ પાસે હત્યા કરાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં તાલુકા પોલીસ, LCB પોલીસ સહિત જિલ્લાભરની પોલીસે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે ગણતરીના કલાકોમં હત્યનો ભેદ ઉકેલી લીધો છે.

aa
રાજકોટ: ભુણાવા-ભરૂડી પાસે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

By

Published : Feb 6, 2020, 7:40 PM IST

Updated : Feb 7, 2020, 7:44 AM IST

રાજકોટઃ ભુણાવા ભરૂડી પાસે યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા તાલુકા PSI અજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા તેને કબજે કરી હતી.

રાજકોટ: ભુણાવા-ભરૂડી પાસે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અજાણ્યા યુવાનની ઉંમર આશરે 35થી 40 વર્ષની જણાઇ હતી. પોલીસને પ્રથમ નજરે યુવાનની પીઠ, ડાબો હાથ તેમજ બેઠકના ભાગે ઇજાના નિશાનો જણાયા હતા. અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

નાના એવા ભુણાવા- ભરૂડી ગામ પાસે યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે, રાત્રીના કેટલાક કારખાને દારો દ્વારા યુવાન પર ચોરીની શંકા કરી માર મારવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં ગોંડલ નગરપાલિકાના 2 સભ્યો રવિ કાલરીયા, શૈલેષ ફૌજી ઉપરાંત અક્ષય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી અને આશીષ ટીલવાએ ચોરીની શંકા કરી પ્લાસ્ટિકના પાઈપ વડે ઢોર માર મારીને યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Last Updated : Feb 7, 2020, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details