ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં 12 વ્યક્તિ સાથે સ્મશાન યાત્રા નીકળી અને 144 કલમના કારણે લૌકિક ક્રિયા બંધ - RAJKOT NEWS

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા સેંજરીયા પરિવારમાં એક દુખદ ઘટના બની હતી. જેમાં પરિવારના મોભી અને યોગી જનરલ સ્ટોર નામે દુકાન ચલાવતા હસમુખભાઈ સવજીભાઈ સેંજલીયા ઉંમર વર્ષ 60નું બીમારીના કારણે નિધન થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ગોંડલ
ગોંડલ

By

Published : Mar 26, 2020, 4:29 PM IST

રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા યોગી જનરલ સ્ટોર નામે દુકાન ચલાવતા હસમુખભાઈ સવજીભાઈ સેંજલીયા ઉંમર વર્ષ 60નું બીમારીના કારણે નિધન થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જેમાં સગા સ્નેહી અને મિત્ર વર્તુળની તંદુરસ્તી જોખમાય નહીં તે હેતુથી માત્ર 12 વ્યક્તિઓ સાથે સ્મશાનયાત્રા નીકળી હતી. અને સુરક્ષાને ધ્યાને રાખી તમામ લોકોને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.

ગોંડલમાં 12 વ્યક્તિ સાથે સ્મશાન યાત્રા નીકળી અને 144 કલમના કારણે લૌકીક ક્રિયા બંધ

આ ઉપરાંત બેસણામાં સગા સ્નેહીઓ ભેગા ન થાય તે માટે માત્ર મોબાઇલ ફોન પર જ બેસણાનું આયોજન કરી સાચા અર્થમાં સેંજલીયા પરીવારએ દેશભક્તિ દાખવી હતી. તેમજ લૌકિક ક્રિયા પણ બંધ રાખી હતી.

ABOUT THE AUTHOR

...view details