ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 987 યુનિટનું પ્લાઝમા કલેક્શન થયું - blood bank

કોરાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવનદાન આપવામાં આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસીપી કાર્યરત કરવામાં આવ્યું છે.

987 યુનિટનું પ્લાઝમા કલેક્શન થયું
987 યુનિટનું પ્લાઝમા કલેક્શન થયું

By

Published : May 11, 2021, 1:48 PM IST

  • દર્દીઓનું પ્લાઝમા આપીને જીવનદાન આપવામાં આવે
  • પ્લાઝમા પ્રોસિઝર અને કલેક્શનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની મહત્વની કામગીરી
  • પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનર તરીકે આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યું

રાજકોટ : કોરાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવનદાન આપવામાં આવે છે. પ્લાઝમા ડોનરની સાથે-સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલનું પણ યોગદાન પ્લાઝમા પ્રોસિઝર અને કલેક્શનની કામગીરીમાં મહત્વનું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસીપી કાર્યરત કરવામાં આવ્યું છે. તે માટે નોડલ ઓફિસર ડૉ. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચો :શૈલ શાહ મહીસાગર જિલ્લાના પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા

987 જેટલા પ્લાઝમા યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા

બ્લડ બેન્કમાં હાલમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસિઝર કરવામાં આવે છે. બ્લડ ડોનેશનમાંથી પણ સીસીપી મેળવવામાં આવે છે. શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં 987 જેટલા પ્લાઝમા યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા છે. જેને પીડીયુ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે.

પ્લાઝમા ડોનર
આ પણ વાંચો : રાજકોટના જયેશ ઉપાધ્યાય બન્યા શહેરના પ્રથમ પ્લાઝમા ડોનર
નોડલ ઓફિસર ડૉ. કૃપાલ પુજારા
950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યુંએક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું છે. આ માટે પેથોલોજી વિભાગના બધા જ ફેકલ્ટી, રેસિડેન્ટ ડૉક્ટરો અને બ્લડ બેન્કનો ટેકનિકલ સ્ટાફ ખૂબ જ ખંતથી કામ કરે છે. પ્લાઝમા ડોનેશન માટે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કરેલી પહેલને કારણે તેમની કચેરીના ઘણા બધા પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનર તરીકે આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યું છે. રાજકોટ પ્લાઝમા ગ્રુપ કે જે એક NGO છે. તેઓ તરફથી પણ પ્લાઝ્મા ડોનર્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details