ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ગાંડી વેલ દૂર કરવાની કામગીરીનું CMએ કર્યું હવાઈ નિરીક્ષણ - Rajkot latest news

રાજકોટ : શહેરમાં ગાંડી વેલ દૂર કરવાની કામગીરીનું મુખ્યપ્રધાને હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જેમાં ગાંડી વેલને દુર કરવા માટે સુરતથી ડી-વીડીંગ મશીન અને દવાના જથ્થા સાથેની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.

rajkot
રાજકોટ

By

Published : Feb 22, 2020, 3:45 AM IST

રાજકોટ : શહેર નજીકના બેડી ગામ પાસેથી પસાર થતી આજી-2 નદીના પટમાં ઉગી નીકળેલી ગાંડી વેલના કારણે મચ્છરોના ઉછેર અને તેના માટેનું અનુકુળ વાતાવરણ સર્જતા અચાનક કયુલેકસ મચ્છરોનું પ્રમાણ વધી ગયું હતું. જેના કારણે મચ્છરોના ઉપદ્રવને સ્થાનિક આપદા ગણી, આ સમસ્યાને તાકીદે નિકાલ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ

તેમજ નદીના પટમાંથી ગાંડી વેલને દુર કરવા માટે સુરતથી ડી-વીડીંગ મશીન અને દવાના જથ્થા સાથેની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. તેમાં સ્થળ પર કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ કામગીરીનું રૂપાણીએ ટંકારાથી રાજકોટ આવતા હવાઇ નિરિક્ષણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, મચ્છરોના ત્રાસના વિરોધના કારણે યાર્ડના વેપારીઓ હાલ હડતાળ પર છે.

ABOUT THE AUTHOR

...view details