- સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન કરાયું
- રાવણ તૈયાર કરવા માટે આગ્રાથી ખાસ કારીગરોની ટીમ
- રાવણનું દહન કાર્યક્રમમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકો ઉમટી પડ્યા હતા
રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાવણ દહનના કાર્યક્રમ(Program of Ravana Dahan)નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે રાવણ દહનની છૂટછાટ આપવામાં આવી હતી. જેને લઇને રાજકોટમાં હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ(Racecourse ground) ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અંદાજે 55 ફુટનો રાવણ(Ravana of 55 feet) તૈયાર કરવામાં આવ્યો હતો. આ રાવણને તૈયાર કરવા માટે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)થી ખાસ કારીગરની ટીમ બોલાવવામાં આવી હતી. જેમના દ્વારા 55 તૈયાર કરવામાં આવેલ રાવણનું આજે દશેરાના દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડમાં દહન કરવામાં આવ્યું હતું. રાવણ સાથે મેઘનાથ અને કુંભકર્ણનું પણ દહન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃDussehra 2021: ઈન્દોર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાવણ દહનના વિરોધમાં અરજી કરાઈ
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન કરવામાં આવ્યું
રાજકોટમાં દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટા રાવણનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાવણ તૈયાર કરવા માટે ઉત્તરપ્રદેશના આગ્રાથી ખાસ કારીગરોની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને અહીં રાવણને તૈયાર કર્યો હતો. આ વર્ષે કારીગરો દ્વારા 55 ફુટનો રાવણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની મેઘનાથ અને કુંભકર્ણનું પૂતળું પણ બનાવવામાં આવ્યું હતું. જ્યારે 55 ફુટના રાવણ સાથે 30 ફુટનો મેઘનાથ અને 30 ફૂટના કુંભકર્ણનું પણ પૂતળું આ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું આજે દશેરાના દિવસે ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાવણ દહનને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટી પડ્યા હતા.