ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના બિલ્ડરો હવે આંદોલનના માર્ગે, કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ - If the arbitrariness does not stop, there will be an agitation soon

ગુજરાતના બિલ્ડરોએ હડતાલ રાખીને આંદોલન માર્ગ અપનાવ્યો હતો. જો સિમેન્ટની કંપનીઓ અને સ્ટીલ કંપનીઓ પોતાની મનમાની બંધ નહીં કરે તો જલ્દી આંદોલન કરવામાં આવશે.

બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી
બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી

By

Published : Feb 14, 2021, 1:06 PM IST

  • ગુજરાતના બિલ્ડરોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો
  • બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી
  • હડતાલ હોવા છતાં તમામ મજૂરોને બિલ્ડરો પૂરતું વેતન ચુકવશે

રાજકોટ : ગુજરાતના બિલ્ડરોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજકોટના બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સિમેન્ટની કંપનીઓ અને સ્ટીલ કંપનીઓ પોતાની મનમાની બંધ નહીં કરે તો જલ્દી આંદોલન કરવામાં આવશે. સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓ સિન્ડિકેટ બંધ નહીં કરે તો ગુજરાતના બિલ્ડર એસોસિએશન પણ બંધમાં જોડાયા હતા.

બિલ્ડરો દ્વારા 800 સાઇટ પર કામ કરતા 15,000 મજૂરો કામ નહીં કરે

જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતાં બિલ્ડરો દ્વારા 800 સાઇટ પર કામ કરતા અંદાજીત 15,000 મજૂરો કામ કરશે નહીં. હડતાલ હોવા છતાં તમામ મજૂરોને બિલ્ડરો પૂરતું વેતન ચુકવશે. આ સાથે બિલ્ડર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સ્ટીલના ભાવ 42 હજારથી વધીને 58 હજાર અને સિમેન્ટની થેલીના ભાવ 280થી 350 થતાં 70 રૂપિયાનો ભાવ એક થેલીએ વધી ગયો છે. જેથી બિલ્ડરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details