ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં વહીવટી તંત્રએ કરી રેડ, 36 લાખના વાહનો જપ્ત

ધોરાજીમાં ભાદર-2 ડેમ પાસે ભાદર નદીના પટમાંથી ખનીજ ચોરી કરતા ચોરો પર વહીવટી તંત્ર ત્રાટક્યું હતું. જેમાં ખનીજ કાઢવામાં ઉપયોગી વાહનો વહિવટી તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ધોરાજીમાં વહીવટી તંત્રએ કરી રેડ
ધોરાજીમાં વહીવટી તંત્રએ કરી રેડ

By

Published : May 25, 2021, 3:09 PM IST

  • કલેક્ટરના આદેશના કારણે કરવામાં આવી કાર્યવાહી
  • વહીવટી તંત્રને ખનીજ ચોરીની મળી હતી બાતમી
  • વહીવટી તંત્રના દરોડાથી ખાણ-ખનીજ વિભાગ ઊંઘતો ઝડપાયો

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં ખનીજ ચોરીના બનાવો ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે, ત્યારે ધોરાજી શહેર પાસે આવેલા ભાદર-2 ડેમ પાસે જાહેર સંપત્તિ એવી ખનીજ સંપદાની ચોરી ખનીજ માફિયાઓ દ્વારા યેનકેન પ્રકારે કરવામાં આવતી હોય છે. જેને લઈને ધોરાજીના મામલતદાર કે.ટી.જોલાપરા દ્વારા ભાદર-2 ડેમ નજીક રેડ પાડીને ખનીજ ચોરોન ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. વહીવટી તંત્રની આ રેડથી જાણે ખાણ-ખનીજ વિભાગ ઊંઘતો હોય તેવું જોવા મળી રહ્યું હતું.

ધોરાજીમાં વહીવટી તંત્રએ કરી રેડ

આ પણ વાંચોઃ બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીએ બાયોડિઝલના જથ્થા પર કરી રેડ

વહીવટી તંત્ર દ્વારા 36 લાખના વાહનો કરાયાં જપ્ત

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર ધોરાજી મામલતદારે સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ અંગે મામલતદારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટર અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરવામાં આવેલા નિર્દેશ અને મળેલી બાતમીના આધારે તેમના દ્વારા ભાદર નદીમાં દરગાહ પાસે રેતી ચોરી થતી હોવાથી તેમના દ્વારા રેડ પાડવામાં આવી હતી. નદીમાંથી રેતી કાઢવામાં ઉપયોગમાં લેવાતા કુલ 36 લાખના વાહનો જેવા કે 1-JCB, 1-લોડર, 2-ટ્રેકટર સિઝ કરી પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details