- કોરોનાને હરાવવા રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ
- રાજકોટ બેડ મળતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા
- 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રા ક્લોટ થઇ ગયા હતા
રાજકોટ : કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે. એમ જસદણ તાલુકાના ગામડાની હાઇ રિસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સધ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રા ખાચરને કોરોનાનું સંક્રમણ ખુબ વધી ગયું હતું. તેમનો સી. આર. પી. સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18 હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટ બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જયાં ત્રણ એમ .ડી. ડૉક્ટર્સે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત
‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’
હારી-થાકીને તેમના પરિવારજનો ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. જયાં આ સેન્ટરના ડૉક્ટરો દ્વારા સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત ન હારેલા ચંદ્રા સારવાર શરૂ કરી હતી.