ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવધાન, રાજકોટમાં દર્દીને લોહી ચડાવ્યા બાદ મૃત્યુ, પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ - blood transfusion death in Rajkot

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Thalassemia patient dies in Rajkot Civil Hospital) દર્દીને લોહી ચડાવ્યા બાદ મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેનું મૃત્યુ રિએક્શનથી થયું હોવાનું નથી લાગી રહ્યું. (blood transfusion death in Rajkot)

સાવધાન, રાજકોટમાં દર્દીને લોહી ચડાવ્યા બાદ મૃત્યુ, પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ
સાવધાન, રાજકોટમાં દર્દીને લોહી ચડાવ્યા બાદ મૃત્યુ, પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ

By

Published : Dec 20, 2022, 6:17 PM IST

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને લોહી ચડાવ્યા બાદ મૃત્યુ

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીને લોહી ચડાવવા બાદ (blood transfusion death in Rajkot) અચાનક દર્દીનું મૃત્યુ થયું હતું. જેને લઈને પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. જ્યારે આ બાળકીને લોહી ચડાવ્યા બાદ રિએક્શન આવ્યું હોવાનું અને ત્યારબાદ મૃત્યુ થયું હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. (Rajkot Civil Hospital)

મૃતકના પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપથેલેસેમિયા ગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયા બાદ તેના પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે તેમની પુત્રીને લોહીની જરૂરિયાત હતી. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં લોહી ચઢાવવામાં આવ્યું હતું. જોકે લોહી ચડાવ્યા બાદ તેના શરીર પર ફોડલા નીકળી પડ્યા હતા અને લોહી ચડાવ્યા બાદ રિએક્શન આવ્યું હતું. ત્યારબાદ અચાનક દર્દીનું મૃત્યુ થયું હતું. દર્દીનું મૃત્યુ થતા તેના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. (Thalassemia patient dies in Rajkot)

આ પણ વાંચોરાજકોટ કોંગ્રેસ વિરોધ સ્વરુપે નવા એસી આપવા પહોંચ્યાં, રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રે શું કર્યું જૂઓ

રિએક્શનથી મૃત્યુનથી થયું :સિવિલ સુપ્રિટેન્ડેન્ટઘટનાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ દર્દીને લોહીની જરૂરિયાત હતી. અમે જે તે દર્દીઓને બ્લડ બેન્કમાંથી લોહી આપતા હોઈએ છીએ. ત્યારે આ તમામ બાબતોનું ધ્યાન રાખતા હોઈએ છીએ અને બ્લડ આપવા જેવું હોય તો જ આપતા હોઈએ છીએ. એવામાં આ દર્દીનું મૃત્યુ થયુંછે. જે જોઈને પ્રાથમિક દ્રષ્ટિએ તેનું મૃત્યુ રિએક્શનથી થયું હોવાનું નથી લાગી રહ્યું. હવે આ ઘટના પર સવાલ એ ઊભા થાય છે કે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીનું લોહી ચડાવ્યા બાદ મૃત્યુ થયા હોવાના કારણે તેના જવાબદાર કોણ? (Rajkot Civil Hospital Treatment)

આ પણ વાંચોરાજકોટના જીઆઇડીસીમાં 5 પરપ્રાંતિય શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

સિવિલ હોસ્પિટલમાં LRC મશીનની માંગરાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીનું લોહી ચડાવ્યા બાદ મૃત્યુ થતા ફરી સિવિલ હોસ્પિટલમાં LRCની માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ LRC મશીનમાંથી ફિલ્ટર થતા લોહીની માંગણી કરી રહ્યા છે અને સાથે જ સિવિલ હોસ્પિટલમાં LRC મશીન તાત્કાલિક મુકવાની માંગ કરી રહ્યા છે. જેના કારણે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને જે લોહી ચડાવવામાં આવે છે. તે લોહી ફિલ્ટર થઈને આવે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં હજુ સુધી LRC મશીન નહીં હોવાના કારણે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. (Death of girl at Rajkot Civil Hospital)

ABOUT THE AUTHOR

...view details