કુવાડવા રોડ પર આવેલા એક શો રૂમમાં તસ્કરોએ આતંક મચાવી રુપિયા 4 લાખ જેટલી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.આ સમગ્ર મામલે શો રૂમના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે ઈસમો મોડીરાત્રે શોરૂમમાં આવ્યા હોવાના સીસીટીવી પણ બહાર આવ્યા છે.
રાજકોટમાં તસ્કરોનો આતંક, સમગ્ર ઘટના CCTV માં કેદ - કુવાડવા રોડ
રાજકોટઃ કુવાડવા રોડ પર આવેલા કર્ણ શોરૂમ તસ્કરોનો આતંક સામે આવ્યો છે. બુધવારની મોડી રાત્રે ત્રણ અજાણ્યા ઈસમો રૂમાલ બાંધીને શો રૂમમાં પ્રવેશ્યા હતાં અને રૂપિયા 4 લાખ જેટલી રોકડ રકમની ઉઠાંતરી કરી હતી.

રાજકોટમાં તસ્કરોનો આતંક, સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજકોટમાં તસ્કરોનો આતંક, સમગ્ર ઘટના CCTV માં કેદ
CCTVમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે તસ્કરો કેવી રીતે અંદર આવ્યા હતાં. હાલ રાજકોટની કુવાડવા પોલીસ દ્વારા CCTV કેમેરાના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.